મૅક્સ પ્લેયર ગુજરાતીઓને કઈ રીતે રીઝવે છે?

13 May, 2020 09:14 PM IST  |  Mumbai | Rashmin Shah

મૅક્સ પ્લેયર ગુજરાતીઓને કઈ રીતે રીઝવે છે?

મૅક્સ પ્લેયરનું હવે પછીનું જો કોઈ ટાર્ગેટ હોય તો એ ગુજરાતી છે અને એટલે જ આ ડિજિટલ પ્લૅટફૉર્મે પૉપ્યુલર વેબ-સિરીઝ ગુજરાતીમાં ડબ કરવાનું આરંભી દીધું છે. સૌથી વધારે કન્ટેન્ટ ફ્રીમાં દેખાડતા આ વેબ-પ્લૅટફૉર્મ પર અત્યારે ઉલ્લુ ઍપની ૮થી વધારે વેબ-સિરીઝ ગુજરાતી ભાષામાં જોવા મળે છે, તો બીજી ૬ વેબ-સિરીઝનું આ લૉકડાઉનમાં ગુજરાતીકરણ ચાલુ છે. આ ઉપરાંત મૅક્સ પ્લેયરે એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની વેબ-સિરીઝના ગુજરાતીકરણ માટે પણ ઑલરેડી વાત શરૂ કરી દીધી છે. મફક્સ પ્લેયર એક પછી એક રીજનના ઑડિયન્સને હાથમાં લેવાનું કામ કરે છે.

ભોજપુરીમાં અનેક વેબ-સિરીઝ ડેવલપ કર્યા પછી ગુજરાતીમાં ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’ વેબ-સિરીઝ બનાવી અને બીજી ત્રણ ગુજરાતી વેબ-સિરીઝ પર એનું કામ ચાલતું હતું, પણ એવામાં લૉકડાઉન થતાં પ્લૅટફૉર્મે શૉર્ટકટ શોધીને ગુજરાતી ઑડિયન્સ માટે ગુજરાતી ડબ વેબ-સિરીઝ પ્લૅટફૉર્મ પર મૂકી દીધી છે.

મૅક્સ પ્લેયર આવતા સમયમાં હૉલીવુડ અને બૉલીવુડની પૉપ્યુલર ફિલ્મનું પણ ઑથેન્ટિક ગુજરાતીકરણ કરવાનું છે.

entertainment news web series Rashmin Shah