શ્રીદેવી કઈ રીતે હેલ્પફુલ બની રાની ચૅટરજીને?

13 May, 2020 09:07 PM IST  |  Mumbai

શ્રીદેવી કઈ રીતે હેલ્પફુલ બની રાની ચૅટરજીને?

મૅક્સ પ્લેયર પર રિલીઝ થયેલી ‘મસ્તરામ’ વેબ-સિરીઝમાં દાબેલા ચણા વેચનારીનું કૅરૅક્ટર કરતી ભોજપુરી સુપરસ્ટાર રાની ચૅટરજીને મનાલીમાં વેબ-સિરીઝમાં શૂટ કરવાનું હતું ત્યારે જબરદસ્ત તકલીફ પડતી હતી. એક તબક્કો તો એવો પણ આવ્યો કે શૂટ કૅન્સલ કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. બન્યું એવું કે ‘મસ્તરામ’નું શૂટિંગ શિયાળામાં ચાલતું હતું અને એ સમયે મનાલીમાં ઠંડી વધીને છેક માઇનસ પાંચ ડિગ્રી પર પહોંચી ગઈ હતી.

ઠંડીમાં માત્ર ચણિયાચોળી પહેરીને ખુલ્લામાં શૂટિંગ કરવાની વાત રાનીને ધ્રુજાવી દેતી હતી. થોડા પ્રયાસ રાનીએ કર્યા પણ હાડકાં થિજાવી દે એવી ઠંડી તેના ચહેરા પર રીતસરની દેખાતી હતી, એવા સમયે રાનીની મદદે શ્રીદેવી આવી.

રાની કહે છે, ‘અમારા ડિરેક્ટર અભિષેક જયસ્વાલે મને ‘ચાંદની’ની સ્વિટ્ઝરલૅન્ડની વાત કરી. એ ઠંડીમાં શ્રીદેવીએ સિફોન સાડીમાં એક આખું ગીત પિક્ચરાઇઝ કર્યું હતું. હિંમત માટે આ વાત જરૂરી હતી. મેં શ્રીદેવીને આંખ સામે રાખીને મારું કામ શરૂ કરી દીધું અને એ થઈ પણ શક્યું.’

‘મસ્તરામ’ એક એવા રાઇટરની વાત છે જેને સરિયામ નિષ્ફળતા મળે છે. એક વખત આ રાઇટર ઇરોટિક નૉવેલ લખે છે અને એ પછી રાઇટરની જબરદસ્ત ડિમાન્ડ નીકળે છે. ૩૦૦થી વધારે ભોજપુરી ફિલ્મો કરનારી રાની ચૅટરજીની આ પહેલી વેબ-સિરીઝ છે.

અમારા ડિરેક્ટર અભિષેક જયસ્વાલે મને ‘ચાંદની’ની સ્વિટ્ઝરલૅન્ડની વાત કરી. એ ઠંડીમાં શ્રીદેવીએ સિફોન સાડીમાં એક આખું ગીત પિક્ચરાઇઝ કર્યું હતું.- રાની ચૅટરજી

entertainment news web series