‘હૉસ્ટેલ ડેઝ’ની ત્રીજી સીઝનમાં છ ફ્રેન્ડ્સ વિવિધ તબક્કે જાળવશે બૅલૅન્સ

08 November, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનવ આનંદે એને ડિરેક્ટ કરી છે. 

‘હૉસ્ટેલ ડેઝ’નું પોસ્ટર

‘હૉસ્ટેલ ડેઝ’ની ત્રીજી સીઝનમાં છ ફ્રેન્ડ્સ પોતાની ફ્રેન્ડશિપને જાળવી રાખવા માટે વિવિધ તબક્કે બૅલૅન્સ રાખશે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ શો ૧૬ નવેમ્બરથી શરૂ થવાનો છે. આ શોમાં અહસાસ ચન્ના, લવ વિસ્પુતે, શુભમ ગૌર, નિખિલ વિજય, આયુષી ગુપ્તા અને ઉત્સવ સરકાર લીડ રોલમાં છે. તેમની હૉસ્ટેલ લાઇફમાં આવ‍તા ઉતાર-ચડાવ અને નિષ્ફળતા પર પ્રકાશ પાડવામાં આવશે. આ છ ફ્રેન્ડ્સ જ્યારે તેમના થર્ડ યરમાં પ્રવેશે છે ત્યારે તેમને કેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, તેમની કૉલેજ લાઇફ, સ્ટડીઝ એ બધા સાથે તેઓ કેવી રીતે લડે છે એ બધું એમાં દેખાડવામાં આવશે. અભિનવ આનંદે એને ડિરેક્ટ કરી છે. 

entertainment news amazon prime Web Series