ઘોસ્ટ સ્ટોરીઝ, બેતાલ, બુલબુલ બાદ નેટફ્લિક્સ પર આવશે ફિલ્મ કાલી ખુહી

12 October, 2020 06:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘોસ્ટ સ્ટોરીઝ, બેતાલ, બુલબુલ બાદ નેટફ્લિક્સ પર આવશે ફિલ્મ કાલી ખુહી

૩૦ ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે 'કાલી ખુહી'

નેટફ્લિક્સ પર છેલ્લા કેટલાક સમયથી ભારતીય હૉરર ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ઘણા ફિલ્મમેકર્સ આ જોનરમાં પ્રયોગ કરી રહ્યા છે. નેટફ્લિક્સ માટે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ બનાવાઈ હતી. ત્યાર બાદ શાહરુખ ખાને ‘બેતાલ’ અને અનુષ્કા શર્માએ ‘બુલબુલ’ જેવી હૉરર-થ્રિલર ફિલ્મો પ્રોડ્યુસ કરી. ‘બુલબુલ’માં સ્ત્રીઓને માન આપવાની વાત હતી.  હવે આ જ પ્રકારના વિષય પર ‘કાલી ખુહી’ નામની હૉરર ફિલ્મ આવી રહી છે.

‘કાલી ખુહી’ એટલે કાળો કૂવો. ફિલ્મની વાર્તા મુજબ પંજાબના એક ગામડામાં નવજાત બાળકીઓને જન્મતાની સાથે જ કૂવામાં ફેંકી દેવાનો ઇતિહાસ છે એટલે ત્યાંના લોકો એક પછી એક મરવા લાગે છે. આ ભૂત-પ્રેતથી પોતાના પરિવાર અને ગામને બચાવવું એ ૧૦ વર્ષની છોકરી શિવાંગી (રિવા અરોરા)ના હાથમાં હોય છે. ૩૦ ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘કાલી ખુહી’ને તેરી સમુન્દ્ર નામના ફિલ્મમેકરે ડિરેક્ટ કરી છે જેમાં શબાના આઝમી, રિવા અરોરા, સત્યદીપ મિશ્રા, સંજીદા શેખ વગેરે મહત્ત્વના રોલમાં છે.

entertainment news bollywood bollywood news netflix