હોરર-કૉમેડી સિરીઝ 'ભૂતતલેલા' હિન્દીની સાથે મરાઠીમાં રિલીઝ

04 June, 2020 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોરર-કૉમેડી સિરીઝ 'ભૂતતલેલા' હિન્દીની સાથે મરાઠીમાં રિલીઝ

વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ હંગામા પ્લે પર અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મની જેમ જુદી-જુદી ભાષાની ફિલ્મો-સિરીઝ અવેલેબલ છે તો ‘ડૅમેજ્ડ’ અને ‘કશ્મકશ’ જેવી હિન્દી ઓરિજિનલ સિરીઝ પણ અહીં જોવા મળે છે. સાઇકોલૉજિકલ થ્રિલર ‘ડૅમેજ્ડ’ની બે સીઝન આવી ચૂકી છે અને ‘કશ્મકશ’ વર્ચ્યુઅલ દુનિયાનાં સારાં-નરસાં પાસાં રજૂ કરે છે. આ પ્લૅટફૉર્મ પર હવે ‘ભૂતતલેલા’ નામનો શો રિલીઝ થયો છે. આ એક હોરર-કૉમેડી છે જે મરાઠી તેમ જ હિન્દીમાં પણ અવેલેબલ છે.

રાયબા (પ્રિયદર્શન જાધવ)નાં લગ્ન લેવાય એને એક અઠવાડિયા જેટલો સમય બાકી હોય છે એ દરમ્યાન એક ભૂત તેની પાછળ પડી જાય છે. આ ભૂતને કારણે રાયબાની જિંદગીમાં ઊથલપાથલ અને કૉમેડી સર્જાય છે. આ સિરીઝમાં પ્રિયદર્શન જાધવ, સુરભી પાંડે, સયાલી પાટીલ મુખ્ય કલાકારો છે. આ સિરીઝને નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર શિવાજી લોતન પાટીલે ડિરેક્ટ કરી છે.

entertainment news web series