ચિત્તાના ડરને કારણે સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત ન લઈ શક્યો રિચર્ડ મૅડન

05 April, 2023 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે તેની પ્રિયંકા ચોપડા જોનસ સાથેની ગ્લોબલ સ્પાય સિરીઝ ‘સિટાડેલ’ને પ્રમોટ કરવા માટે આવ્યો હતો

​હૉલીવુડ સ્ટાર રિચર્ડ મૅડન

​હૉલીવુડ સ્ટાર રિચર્ડ મૅડનને સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત લેવી હતી જે તે નથી લઈ શક્યો. રિચર્ડ હાલમાં જ મુંબઈમાં આવ્યો હતો. તે તેની પ્રિયંકા ચોપડા જોનસ સાથેની ગ્લોબલ સ્પાય સિરીઝ ‘સિટાડેલ’ને પ્રમોટ કરવા માટે આવ્યો હતો. રિચર્ડ એકદમ ટાઇટ શેડ્યુલમાં મુંબઈ આવ્યો હતો. એમ છતાં તેણે સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: ‘જૉન વીક’ની સ્ટન્ટ ટીમને રૉલેક્સ વૉચ ગિફ્ટ કરી કિઆનુ રીવ્સે

દુનિયાભરમાં એક જ એવો નૅશનલ પાર્ક છે જે સિટીની લિમિટમાં આવેલો છે. જોકે તેના એક ફ્રેન્ડે તેને ત્યાં જવા માટે ના પાડી હતી. આ વિશે વાત કરતાં રિચર્ડે કહ્યું હતું કે ‘મેં મુંબઈમાં સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. જોકે મને એમ કહેવામાં આવ્યું કે ત્યાં ચિત્તો એમ જ ફરી રહ્યો છે એથી મને લાગે છે કે મારે એ પ્લાન પડતો મૂકવો પડશે.’

entertainment news Web Series priyanka chopra sanjay gandhi national park wildlife