ભાઉ ભડક્યા: કરી એકતા અને શોભા કપૂર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ

03 June, 2020 07:41 PM IST  |  Mumbai | Rashmin Shah

ભાઉ ભડક્યા: કરી એકતા અને શોભા કપૂર વિરુદ્ધ પોલીસ-ફરિયાદ

‘બિગ બૉસ’ની છેલ્લી સીઝનમાં દેખાયેલા હિન્દુસ્તાની ભાઉ એટલે વિકાસ પાઠકે બાલાજી ટેલિફિલ્મ્સનાં એકતા અને તેની મમ્મી શોભા કપૂર સામે ખાર પોલીસ-સ્ટેશનમાં કમ્પલેઇન ફાઇલ કરી છે. એકતાની વેબ‍-સિરીઝ ‘XXX’ની બીજી સીઝનના એક સીનને લીધે ભાઉ જબરદસ્ત અપસેટ થયા છે. તેમનું કહેવું છે કે એકતાએ ભારતીય આર્મીને નીચાજોણું થાય એવું કૃત્ય કર્યું છે.

‘XXX’માં આર્મીના એક જવાનની વાઇફને લગ્નેતર સંબંધો છે જેનો હસબન્ડ બૉર્ડર પર દેશની રક્ષા કરતો ફરજ નિભાવી રહ્યો છે. ભાઉને વાંધો પડ્યો એ સીનમાં લગ્નેતર સંબંધો ધરાવતી વાઇફ તેના બૉયફ્રેન્ડને તેના હસબન્ડની ઇન્ડિયન આર્મીની વર્દી પહેરાવીને તેની સાથે ઇન્ટિમેટ રિલેશન બાંધે છે. ભાઉનું કહેવું છે કે આવું દેખાડીને એકતાએ દેશઆખાના જવાનોનું અપમાન કર્યું છે. આ સીન વેબ-સિરીઝમાંથી તાત્કાલિક દૂર કરવો જોઈએ અને એકતાએ માફી પણ માગવી જોઈએ.

હિન્દુસ્તાની ભાઉએ સીધી પોલીસ-કમ્પલેઇનની બે દિવસ પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો મૂકીને સૌકોઈને કહ્યું હતું કે હું ઇન્ડસ્ટ્રીની એક બહુ મોટી સેલિબ્રિટી સામે પોલીસ-કમ્પલેઇન કરવાનો છું. આ વિડિયો પછી ક્યુરિયોસિટી વધી ગઈ અને ગઈ કાલે ખાર પોલીસ-સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ.

entertainment news bollywood ekta kapoor shobha kapoor