ગુલશન ગ્રોવરનો દીકરો વેબ-સિરીઝ પ્રોડ્યુસ કરશે

26 April, 2021 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે આધ્યાત્મિક ગુરુ ઓશોની પહેલી સેક્રેટરી મા યોગલક્ષ્મીની લાઇફ પર આ સિરીઝ બનાવવાનો છે

ગુલશન ગ્રોવર દીકરા સાથે

ગુલશન ગ્રોવરનો દીકરો સંજય વેબ-સિરીઝ પ્રોડ્યુસ કરવાનો છે. તે આધ્યાત્મિક ગુરુ ઓશોની પહેલી સેક્રેટરી મા યોગલક્ષ્મીની લાઇફ પર આ સિરીઝ બનાવવાનો છે. સંજય કૅલિફૉર્નિયામાં એમજીએમ સ્ટુડિયોમાં કામ કરતો હતો. એ વિશે ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે ‘હું જણાવી નથી શકતો કે મને કેટલી ખુશી થઈ રહી છે. હું ગર્વ અનુભવી રહ્યો છું કે મારો દીકરો જલદી જ મેગા વેબ-સિરીઝ બનાવવાનો છે. સંજય ગ્રોવર રાહુલ મિત્રાની સાથે મળીને આ વેબ-સિરીઝ કો-પ્રોડ્યુસ કરશે. કૅલિફૉર્નિયામાં સંજયે એમજીએમ સ્ટુડિયોમાં કામ કર્યું હતું. તેને ક્રીએટિવિટી, ફાઇનૅન્સ અને ડિસ્ટ્રિબ્યુશનનો બહોળો અનુભવ મળ્યો છે. તે ત્યાં ઘણો ખુશ હતો, પરંતુ કોવિડના કાળમાં મારે તેને ઇમોશનલી બ્લૅકમેલ કરવો પડ્યો. જોકે તે અહીં આવી ગયો એની મને ખુશી છે. તે ભવિષ્યમાં વિશાળ અને ચર્ચિત પ્રોજેક્ટ્સ બનાવવાનો છે.’

entertainment news Web Series web series gulshan grover