‘ગુડ બૅડ ગર્લ’માં વકીલ બની છે ગુલ પનાગ

04 October, 2022 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની લિવ પર આ શો ૧૪ ઑક્ટોબરથી શરૂ થવાનો છે

ગુલ પનાગ

ગુલ પનાગ આગામી શો ‘ગુડ બૅડ ગર્લ’માં વકીલના રોલમાં દેખાવાની છે. સોની લિવ પર આ શો ૧૪ ઑક્ટોબરથી શરૂ થવાનો છે. આ શોને અભિષેક સેનગુપ્તાએ ડિરેક્ટ અને વિકાસ બહલ અને અનુરાગ શ્રીવાસ્તવે પ્રોડ્યુસ કર્યો છે. એ શોમાં સમૃદ્ધિ દીવાન, વૈભવ રાજ ગુપ્તા, શીબા ચઢ્ઢા, આરાધ્ય અંજાન, નમ્રતા શેઠ, રાજેન્દ્ર સેઠી અને ઝૈન ખાન પણ જોવા મળશે. આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે નિયમો, પરંપરા, સમાજ અને કાયદાઓ લોકો પર અસર પાડે છે. આ શોમાં ઝૈના મિસ્ત્રીના રોલમાં ગુલ પનાગ દેખાશે. શો વિશે ગુલ પનાગે કહ્યું કે ‘હું શોની સ્ક્રિપ્ટ અને એના કન્સેપ્ટથી ખૂબ પ્રભાવિત થઈ હતી. સ્ટોરીમાં સાહસની સાથે એવું ઘણુંબધું રહેશે જે દર્શકોને પરસ્પર જોડશે અને હસાવશે પણ. શોનાં કૅરૅક્ટર્સ મજેદાર છે અને એને ખૂબ નવીનતાથી લખવામાં આવ્યાં છે. એમાં અનેક લેયર્સ પણ દેખાશે જે સ્ટોરીમાં મનોરંજનનો ઉમેરો કરશે. હું પહેલી વખત લૉયરના રોલમાં દેખાવાની છું. મારું પાત્ર ઝૈના મિસ્ત્રી છે જે અન્ય પાત્રો સાથે આ શોમાં અનોખાપણું લાવશે. હું જે પ્રકારે રિયલ લાઇફમાં અવાજ ઉઠાવું છું બરાબર એ રીતે શોમાં મારો રોલ પણ એમ કરતો દેખાશે. શોમાં અનેક ટૅલન્ટેડ કલાકારો જોવા મળશે, જે આ જર્નીને અદ્ભુત બનાવશે.’

Web Series entertainment news gul panag web series