ક્રૅકડાઉનની ફોઝિયા પચાસથી વધારે ઑડિશન પછી મળી હતી

19 October, 2020 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૅકડાઉનની ફોઝિયા પચાસથી વધારે ઑડિશન પછી મળી હતી

સબા સૌદાગર

અન્ડરકવર એજન્ટની લાઇફ પર આધારિત વેબ-સિરીઝ ‘ક્રૅકડાઉન’નું ડિરેક્શન અપૂર્વ લાખિયાનું છે અને વેબ-સિરીઝનાં ભરપેટ વખાણ થઈ રહ્યાં છે. તોતિંગ બજેટની ફિલ્મની જેમ ટ્રીટ કરવામાં આવેલી આ વેબ-સિરીઝના સ્ટાર્સની વાત હોય તો સૌથી વધારે તારીફ જો કોઈની થઈ રહી હોય તો એ છે સિરીઝમાં નાનાઅમસ્તા રોલમાં દેખાઈને પણ છવાઈ ગયેલી સબા સૌદાગરની. અપૂર્વ લાખિયા આ રોલ માટે એવી ઍક્ટ્રેસ શોધતા હતા જેનો ચહેરો ફ્રેશ હોય, પણ ઍક્ટિંગમાં બધાથી આગળ નીકળી જાય. ૫૦થી વધારે ઑડિશન થયાં અને એ ઑડિશન પછી ફાઇનલી અપૂર્વએ સબા સૌદાગરને ફાઇનલ કરી.

સબા અગાઉ એકતા કપૂરની ‘બૂ... સબ કી ફટેગી’ અને ‘ગંદી બાત’ જેવી વેબ-સિરીઝ કરી ચૂકી છે, પણ મજાની વાત એ છે કે સબાએ આ અગાઉ એક ગુજરાતી ફિલ્મ પણ કરી છે. ‘રીયુનિયન’ નામની યંગસ્ટર્સ આધારિત આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પણ લૉકડાઉનને કારણે એ રીશેડ્યુઅલ કરીને હવે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રિઝલી કરવાનું પ્લાનિંગ છે.

'ક્રૅકડાઉન’નું શૂટ દુનિયાના ચાર દેશોનાં નવ લોકેશન પર થયું છે. આ પહેલી એવી ઇન્ડિયન વેબ-સિરીઝ છે જે બેથી વધારે દેશમાં શૂટ થઈ હોય.

entertainment news web series