આઉટ ઑફ લવની સેકન્ડ સીઝનનું શૂટિંગ શરૂ

19 November, 2020 10:09 PM IST  |  Rajkot

આઉટ ઑફ લવની સેકન્ડ સીઝનનું શૂટિંગ શરૂ

રસિકા દુગ્ગલ

બીબીસી સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલી ‘આઉટ ઑફ લવ’ની સેકન્ડ સીઝનનું શૂટ શરૂ કરવામાં આવ્યું છે. લગ્નેતર સંબંધો પર આધારિત આ વેબ-સિરીઝમાં પણ રસિકા દુગ્ગલ જ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે.

પહેલી સીઝનમાં રસિકા પોતાના હસબન્ડથી છૂટી પડી જાય છે અને તે તેને જેની સાથે અફેર હતો તે આકાશ કપૂરને છોડી દે છે. આકાશ વાઇફ મીરાથી પણ હવે દૂર છે અને ગર્લફ્રેન્ડ આલિયાએ પણ હવે તેને છોડી દીધો છે. અહીંથી જ વાત આગળ વધે છે. મીરા હવે બીજા શહેરમાં રહે છે અને અહીં તે ફરીથી આકાશને મળે છે. આકાશ તબાહ થઈ ગયો છે અને તેને હવે કોઈના આશરાની જરૂર છે.

રસિકા દુગ્ગલ અને પુરબ કોહલી સ્ટારર આ વેબ-સિરીઝને ઇન્ડિયામાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો, જેને જોઈને હવે હા?ટસ્ટારે નક્કી કર્યું છે કે એની સેકન્ડ સીઝન લાવવી. ભારતમાં વધી રહેલા લગ્નેતર સંબંધોને ધ્યાનમાં રાખીને બીબીસી સ્ટુડિયોએ પણ આ સેકન્ડ સીઝન પર કામ શરૂ કર્યું છે.

entertainment news web series