સ્પાય-થ્રિલર ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું પ્રિયંકાએ

20 June, 2022 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે એક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે તેની આગામી સ્પાય-થ્રિલર સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેણે એક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં તે પોતાના ડૉગી સાથે ડ્રાઇવ કરી રહી છે. સેટ પરની એક ક્લિપ પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘અને આવી રીતે શૂટિંગ પૂરું થયું છે. આ મુશ્કેલ કામને શક્ય અને મજેદાર બનાવવા માટે તમામ લોકોનો આભાર. થૅન્ક્સ ઍટ્લાન્ટા. ફરીથી મળીશું.’

entertainment news Web Series web series priyanka chopra