ગૅન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર વેબ-સિરીઝ બનાવશે હંસલ મેહતા

11 August, 2020 07:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૅન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર વેબ-સિરીઝ બનાવશે હંસલ મેહતા

હંસલ મેહતા

ગૅન્ગસ્ટર વિકાસ દુબેના જીવન પર હંસલ મેહતા વેબ-સિરીઝ બનાવશે. વિકાસ દુબેનું થોડા સમય પહેલાં જ એન્કાઉન્ટર થયું હતું. તેની માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રોડ્યુસર શૈલેશ સિંહે એના રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મને જવાબદારીપૂર્વક બનાવવાની વાત કરતાં હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘આ આપણા સમય અને પ્રણાલીનું પ્રતિબિંબ છે કે જ્યાં રાજકારણ, અપરાધ અને કાયદો બનાવનારા હાથ મિલાવે છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્ટોરી છે અને એને જવાબદારીપૂર્વક બનાવવામાં આવશે. મને આમાં રાજકીય થ્રિલર દેખાય છે અને આ સ્ટોરી કહેવી દિલચસ્પ રહેશે.’

entertainment news web series hansal mehta