પાવરફુલ વિમેન્સે હટકે રોલ દ્વારા તોડ્યા સ્ટિરિયોટાઇપ્સ : શેફાલી

08 March, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં જ તેની વેબ-સિરીઝ ‘હ્યુમન’ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી

શેફાલી શાહ

ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે નિમિત્તે મહિલાઓની પ્રશંસા કરતાં શેફાલી શાહે જણાવ્યું છે કે અનેક સ્ટ્રૉન્ગ મહિલા ઍક્ટર્સે પોતાના રોલ દ્વારા રૂઢિવાદી પરંપરાને તોડી નાખી છે. થોડા સમય પહેલાં જ તેની વેબ-સિરીઝ ‘હ્યુમન’ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. મહિલાઓની પ્રશંસા કરતાં શેફાલીએ કહ્યું કે ‘સ્ટ્રૉન્ગ મહિલા ઍક્ટર્સે સ્ટિરિયોટાઇપને તોડીને અલગ-અલગ વિષયોમાં પડકારજનક રોલ્સનો સ્વીકાર કર્યો છે. ભારતીય મનોરંજન જગતમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સમયની સાથે વિકસિત થયું છે.’

‘હ્યુમન’ વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું કે ‘તાજેતરમાં રિલીઝ થયેલો મેડિકલ ડ્રામા ‘હ્યુમન’ સરળ નહોતો, કેમ કે એ વિષયમાં જટીલતાઓ ઘણી હતી. મારી લાઇફ અને કરીઅર દરમ્યાન મારો ઉદ્દેશ એ જ રહ્યો છે કે હું હટકે વિષયોવાળી ફિલ્મો અને સિરીઝ કરું જેના માધ્યમથી સમાજમાં કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા થાય અને વિશ્વને પણ પ્રેરણા મળે કે તેઓ પક્ષપાતભર્યું વલણ તોડી શકે.’

entertainment news Web Series web series shefali shah