ફાલ્ગુની રાજાણીની ઍમેઝૉનની વેબ સિરીઝ કામાઠીપુરામાં એન્ટ્રી

22 January, 2020 01:29 PM IST  |  Ahmedabad

ફાલ્ગુની રાજાણીની ઍમેઝૉનની વેબ સિરીઝ કામાઠીપુરામાં એન્ટ્રી

ફાલ્ગુની રાજાણી

થોડા સમય પહેલાં ઍમેઝૉન પ્રાઇમ દ્વારા અપકમિંગ વેબ-શો ‘કામાઠીપુરા’ની જાહેરાત કરવામાં આવી હતી. આ શો કામાઠીપુરાના રેડ લાઇટ એરિયામાં થતા મર્ડર પર બેઝ્ડ છે. તાજેતરમાં આવેલી ફિલ્મ ‘સેક્શન ૩૭૫’ની અભિનેત્રી મીરા ચોપડા આ વેબ-શોમાં મહિલા પોલીસના રોલમાં દેખાશે. આ સિવાય દિગ્ગજ અભિનેતા કુલભૂષણ ખરબંદા, તનુજ વીરવાણી (ઇનસાઇડ એજ), વરુણ જોશી (યે હૈ મોહબ્બતેં, કુમકુમ ભાગ્ય), અનંગ દેસાઈ (ખિચડી) જેવા કલાકારો પણ જોવા મળશે. વિઝન મૂવી મેકર નિર્મિત આ શોના ડિરેક્ટર શ્રવણ કુમાર છે.

આ પણ વાંચો : ઝીફાઇવની વેબ-સિરીઝ પોઇઝન 2થી ડિજિટલ ડેબ્યુ કરશે આફતાબ શિવદાસાની

હવે ‘ભાભીજી ઘર પર હૈ’માં ‘ગુલ્ફામ કલી’ તરીકે જાણીતી બનેલી અભિનેત્રી ફાલ્ગુની રાજાણી પણ આ શો સાથે જોડાઈ છે. તે કામાઠીપુરા વિસ્તારના એક વેશ્યાગૃહની માલિકનો રોલ ભજવશે. ફાલ્ગુની રાજાણી ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ અને ‘કૅશ ઑન ડિલિવરી’ જેવી ગુજરાતી ફિલ્મો પણ કરી ચૂકી છે.

web series amazon