ઝીફાઇવની વેબ-સિરીઝ પોઇઝન 2થી ડિજિટલ ડેબ્યુ કરશે આફતાબ શિવદાસાની

Updated: 22nd January, 2020 13:30 IST | Ahmedabad

પોઇઝનની પહેલી સીઝનમાં તનુજ વિરવાની, ફ્રેડી દારૂવાલા, અરબાઝ ખાન અને રિયા સેન સહિતનાં કલાકારો હતાં

આફતાબ શિવદાસાની
આફતાબ શિવદાસાની

‘મસ્તી’, ‘હંગામા’, ‘આવારા પાગલ દીવાના’ જેવી ફિલ્મો માટે જાણીતો અભિનેતા આફતાબ શિવદાસાની ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આફતાબ છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સેટર્સ’માં જોવા મળ્યો હતો તો ૨૦૨૦માં તેની ફિલ્મ ‘ટૉમ, ડિક ઍન્ડ હૅરી 2’ આવી રહી છે. આ સિવાય ‘બિગ બૉસ 8’નો વિનર ગૌતમ ગુલાટી પણ ‘પોઇઝન 2’માં જોડાય એવી શક્યતા છે.

‘પોઇઝન’ની વાત કરીએ તો ૨૦૧૯માં રિલીઝ થયેલા પહેલા ભાગમાં ‘ઇનસાઇડ એજ’ ફેમ તનુજ વિરવાની, ફ્રેડી દારૂવાલા, અરબાઝ ખાન અને રિયા સેન જેવાં કલાકારો હતાં. તનુજ વિરવાનીને રણબીર નામના પાત્રએ ન કરેલા ગુના બદલ જેલમાં નાખી દેવામાં આવે છે અને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તે બદલો લેવા ગોવામાં રોકાય છે. ડીસીપી વિક્રમ (ફ્રેડી) પોલીસ કમિશનર બનવા માગે છે અને ગોવાના ડૉન ઍન્ટોનિયો વર્ગીઝ (અરબાઝ)ને ઝડપવાની યોજના બનાવે છે. આ ત્રણેય પાત્રો એકબીજાથી કનેક્ટ થયા બાદ શું પરિસ્થિતિ સર્જાય છે એ આ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બે વર્ષમાં હું ઇલાયચીની જેમ રહેવા માંડી છું : હિબા ખાન

સુઝાના ઘઈના બૅનર પૅનોરામા એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘પોઇઝન 2’નું નિર્માણ થઈ રહ્યું છે જેમણે ‘સુહાની સી એક લડકી’, ‘પ્યાર કે પાપડ’ જેવા શોનું નિર્માણ કર્યું છે.

First Published: 10th January, 2020 13:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK