‘આઉટ ઑફ લવ’ની સેકન્ડ સીઝન દરેક મહિલાએ જોવી જોઈએ

27 April, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેવું છે વેબ-સિરીઝની લીડ ઍક્ટ્રેસ રસિકા દુગ્ગલનું

‘આઉટ ઑફ લવ’નો સીન

હૉટસ્ટાર પર રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘આઉટ ‍ઑફ લવ’ની સેકન્ડ સીઝન અત્યંત મહત્ત્વની છે એવું માને છે વેબ-સિરીઝમાં મીરાનું લીડ કૅરૅક્ટર કરતી રસિકા દુગ્ગલનું. રસિકા કહે છે, ‘પહેલી સીઝન પછી આ સેકન્ડ સીઝનમાં મીરાનો હસબન્ડ પાછો આવે છે, તે પોતાનો દીકરો પાછો લેવા આવ્યો છે જે મીરાનો એકમાત્ર સાથ છે. મીરા કેવી રીતે પોતાના એક્સ-હસબન્ડ સામે ઊભી રહે છે, લડે છે અને કેવી રીતે ઝઝૂમે છે એ વાતને આ સીઝનમાં દેખાડવામાં આવી છે. હું કહીશ કે ‘આઉટ ઑફ લવ’ની સેકન્ડ સીઝન એકેએક મહિલાએ જોવી જોઈએ, બહુ જરૂરી છે એ. આ સીઝન દેખાડશે કે વિલપાવરથી વધુ કશું હોતું નથી.’

‘આઉટ ઑફ લવ’ની સેકન્ડ સીઝનના બન્ને લીડ કૅરૅક્ટર એકબીજા સામે બદલો લેવા માટે ઊતરે છે, પણ પ્રશ્ન એ છે કે કઈ હદના ડૅમેજને બદલાની ચરમસીમા ગણી શકાય અને એ ક્યાં અટકવો જોઈએ? રસિકા કહે છે, ‘તૂટતા લગ્નજીવન વચ્ચે માણસ કેટલો નિમ્ન સ્તર પર ઊતરી જતો હોય છે એ આજના સમયમાં જોવું અને જાણવું ખૂબ જરૂરી છે.’

entertainment news Web Series web series hotstar