REJCTX2 દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે ઈશા ગુપ્તા

09 May, 2020 09:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

REJCTX2 દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે ઈશા ગુપ્તા

‘REJCTX2’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરનાર ઈશા ગુપ્તાને પહેલેથી જ આ પ્લૅટફૉર્મ માટે કામ કરવાની ઇચ્છા હતી. 14 મેએ ZEE5 પર આ વેબ-સિરીઝ રિલીઝ થવાની છે. એમાં ઈશા સિંગાપોરની પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ શોને ગોલ્ડી બહલે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કર્યો છે. શો વિશે ઈશાએ કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘REJCTX2’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. દરેક ઍક્ટર્સ એમાં ગ્લૅમરસ અને ઉગ્ર દેખાઈ રહ્યા છે. ‘REJCTX2’માં હું પોલીસ-ઑફિસરની ભૂમિકા મારફત ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છું. ઑફિસર રેને ગ્લૅમરસ અને સ્ટ્રૉન્ગ તો છે જ પરંતુ તેની સાથે એક સીક્રેટ પણ જોડાયેલું છે જેનો શોમાં ખુલાસો કરવામાં આવશે. મેં પહેલાં પણ પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવ્યું છે, પરંતુ આ અલગ છે. ઘણા સમયથી હું ડિજિટલના આ વિશ્વમાં આવવાનું વિચારી રહી હતી. એવામાં ‘REJCTX2’ મારા માટે યોગ્ય પુરવાર થયો છે. આશા રાખું છું કે એની પહેલી સીઝન સાથે લોકો જોડાઈને રહેશે અને એની સીઝન 2 પણ એટલી જ રોમાંચક રહેશે. આ સિરીઝનું પ્રીમિયર 14 મેએ થવાનું છે.’

entertainment news web series esha gupta