યુવાઓ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં જીવે: ઈશા ગુપ્તા

15 May, 2020 06:39 PM IST  |  esha gupta says i hope young people live in the real world rather than the virtual world | Gujarati Mid-day Correspondent

યુવાઓ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં જીવે: ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તાની ઇચ્છા છે કે યંગસ્ટર્સ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં જીવે. ઈશાએ વેબ સિરીઝ ‘REJCTX 2’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. તેનું માનવું છે કે વર્ચ્યુઅલ વર્લ્ડના વધારે પ્રમાણમાં થતા એક્સપોઝરના કારણે યુવાઓ હવસ, લાલચ અને અપરાધો તરફ લલચાય છે. એ વિશે જણાવતાં ઈશાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે વર્તમાનમાં યુવાઓની સમસ્યા એ છે કે તેમના પર વર્ચ્યુઅલ વર્લ્ડનો પ્રભાવ વધુ છે. તેમનો પ્રૉબ્લેમ એ છે કે શું કામ મને સોશ્યલ મીડિયામાં વધુ લાઇક્સ કે પૉપ્યુલરિટી નથી મળતી? તેમનો પ્રૉબ્લેમ તો એવો છે જાણે કે મારી કાર કરતાં તેની કાર કેમ વધુ મોટી છે? એમાં ઈર્ષા, લાલચ અને દેખાડો છુપાયેલો છે. આ માત્ર ટીનેજર્સનો જ પ્રૉબ્લેમ નથી પરંતુ એ દરેકનો છે જે સોશ્યલ મીડિયા પર વધુ પ્રમાણમાં રહેતા હોય. ઇન્ટરનેટે દરેકને દરેક સુધી પહોંચવાની સગવડ કરી આપી છે. જોકે એના ઓવર એક્સપોઝરને કારણે સમસ્યા ઊભી થાય છે. સેક્સ્યુઅલ ક્રાઇમ પણ યુવાઓમાં વધી રહ્યા છે, કારણ કે તેઓ ઓવર એક્સપોઝ્ડ છે. હું નવી રિલેશનશિપ્સ અને એની શક્યતાઓ, ડેટિંગ અને ઍડ્વેન્ચર્સની વિરુદ્ધમાં નથી. જોકે હું જાતીય સતામણીની વિરુદ્ધમાં છું. આશા રાખું છું કે યુવાઓ વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં રિયલ વર્લ્ડમાં રહે.’

entertainment news esha gupta web series