ઇરોઝ નાઉની સિરીઝ 'મેટ્રો પાર્ક' લઈને આવ્યું ક્વૉરન્ટીન એડિશન

22 May, 2020 07:58 PM IST  |  Mumbai | Nirali Dave

ઇરોઝ નાઉની સિરીઝ 'મેટ્રો પાર્ક' લઈને આવ્યું ક્વૉરન્ટીન એડિશન

ઇરોઝ નાઉની ઓરિજિનલ સિરીઝ ‘મેટ્રો પાર્ક’ની ખાસ ક્વૉરન્ટીન એડિશન આવતી કાલે રિલીઝ થવાની છે. આ કૉમેડી સિરીઝમાં અમેરિકાના મેટ્રો પાર્કમાં રહેતી ગુજ્જુ ફૅમિલીની વાત છે જે વિદેશમાં રહીને પણ પોતાના રિવાજો અને ધોરણોને વળગી રહે છે, ‘ઈ-પૂજા’ જેવો કન્સેપ્ટ પણ અપનાવે છે! ‘મેટ્રો પાર્ક’માં રણવીર શૌરી, પૂરબી જોશી, પિતોબશ ત્રિપાઠી, ઓમી વૈદ્ય, વેગા તમોટિયા સહિતના કલાકારો છે. આ કલાકારોએ લૉકડાઉનને લીધે ઘરે રહીને જ સ્પેશ્યલ એપિસોડ શૂટ કર્યા છે અને એનું ટ્રેઇલર પણ બહુ ફની છે.

કોરોનાને લીધે અહીં માસ્ક, સૅનિટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી બાબતો રમૂજી રીતે રજૂ થશે. આ નવી એડિશનમાં ૩થી ૫ મિનિટના પાંચ એપિસોડ હશે. અભિનેતા ઓમી વૈદ્યએ કહ્યું કે ‘લૉકડાઉનમાં લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે ત્યારે ‘મેટ્રો પાર્ક’ની ક્વૉરન્ટીન એડિશન તેમને રિલીફ ઉપરાંત જિંદગીની કૉમેડી બાજુ જાણવાનો મોકો આપશે.’

entertainment news web series ranvir shorey