ઘણાં વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખવાની ઈચ્છા હતીઃ મિહીર ભૂતા

29 October, 2020 03:54 PM IST  |  Mumbai | Keval Trivedi

ઘણાં વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખવાની ઈચ્છા હતીઃ મિહીર ભૂતા

તસવીર સૌજન્યઃ ઈરોઝ નાઓનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

પહેલી સીઝનની સફળતા બાદ ઉમેદ શુકલાની Modi: CM to PM બીજી સિઝન ટૂંક સમયમાં દર્શકોને જોવા મળશે. ગઈ કાલે જ ઈરોઝ નાઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના પ્રવાસ ઉપરની સીરીઝનું ટ્રેલર લોન્ચ કરતા ફૅન્સ ખૂબ જ એક્સાઈટમેન્ટમાં આવ્યા છે.

અભિનેતા મહેશ ઠાકુર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યા છે. સિરીઝના રાઈટર મિહીર ભૂતા અને રાધિકા આનંદ છે. આ બાબતે મિહીરભાઈ ભૂતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાથી હું તેમને ઓળખું છું. તેમના જીવનના ઘણા પ્રસંગો છે જેનો હજી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા, તેમનું વ્યક્તિત્વના મૂળમાં શું છે એ મારી રીતે હું સમજ્યો છું અને એનાથી પ્રભાવિત થયો છું. મને યાદ છે જ્યારે હું વડાપ્રધાન મોદીને વર્ષ 1985માં પહેલી વખત મળ્યો હતો.

મિહીરભાઈએ ઉમેર્યું કે, મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જે રીતે સફળ થયા તે વખતથી જ મારા મગજમાં ઘણા વર્ષોથી વિચારો ચાલતા હતા કે તેમના વિશે કંઈક લખાવું જોઈએ. આમ તો તેમની સાથે ઘણી એવી મુલાકાતો થઈ જે મને હંમેશા યાદ રહેશે પરંતુ એક વખત મારા મિત્રને કોઈક ઈન્ડસ્ટ્રી સ્થાપવી હતી તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હતા. વાઈબ્રન્ટ ગુજરાત વખતે મારા મિત્રને હું તેમની પાસે લઈ ગયો હતો. મારા મિત્ર જે ક્ષેત્રની ઈન્ડસ્ટ્રી સ્થાપવાના હતા એ ઈન્ડસ્ટ્રી વિષયે વડાપ્રધાન મોદીને એટલુ ઉંડાણપૂર્વક જ્ઞાન હતુ કે જવાબ આપતા આપતા સામે બેઠેલો ટેકનિકલ માણસ પણ ગોથા ખાઈ ગયો હતો. આવા પ્રકારની ઘણી યાદગીરી છે.

ફૂયૂચર પ્લાન બાબતે મિહીરભાઈ ભૂતાએ કહ્યું કે, ‘વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ મેજર કામ કર્યા છે, તેથી મારી ઈચ્છા છે એ બાબતે પણ હું કંઈક લખું. હાલના પ્રોજેક્ટમાં પણ મને દોઢ વર્ષ સ્ટ્રગ થઈ હતી. વર્ષ 2017થી અમૂક વિધ્નો આવ્યા હતા.’

ઉમેશ શુક્લા, આશિષ વાઘ અને હિતેશ ઠાકરે પ્રોડ્યુસ કરેલી આ સિરીઝ 12 નવેમ્બરે લૉન્ચ થશે જેમાં ફૈસલ ખાન, દર્શન જરીવાલા, પ્રાચી શાહ પંડ્યા, મકરંદ દેશપાંડે અને અનંગ દેસાઈ પણ જોવા મળશે.

entertainment news narendra modi web series