તાંડવ આજના રાજકારણનું પ્રતીક છે

06 January, 2021 07:39 PM IST  |  Mumbai | Rashmin Shah

તાંડવ આજના રાજકારણનું પ્રતીક છે

‘એક થા ટાઇગર’, ‘ભારત’ અને ‘સુલતાન’ જેવી સુપરહિટ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા અલી અબ્બાસ ઝફરની પહેલી વેબ-સિરીઝ ‘તાંડવ’ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થશે. પૉલિટિકલ થ્રિલર જોનરની આ પહેલી વેબ-સિરીઝ છે. સૈફ અલી ખાન, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર, ડિનો મોરિયો, ગોહર ખાન જેવા અનેક સ્ટાર્સ સાથે આ વેબ-સિરીઝમાં ડિમ્પલ કાપડિયા પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. મજાની વાત એ છે કે ડિમ્પલ અહીં માત્ર એક રોલ કરવાને બદલે એક દમદાર કૅરૅક્ટર નિભાવે છે.

ડિમ્પલ કાપડિયા કહે છે, ‘આ એક એવી વેબ-સિરીઝ છે જેમાં માત્ર રાજકારણ જ નહીં, રાજકારણ પાછળ રમાતા રાજકારણની વાત કહેવામાં આવી છે. હું કહીશ કે ‘તાંડવ’ એ આજના પૉલિટિક્સની વાત છે, એ આજના પૉલિટિક્સનું પ્રતીક છે.’

‘તાંડવ’માં ડિમ્પલ કાપડિયા અનુરાધાનું કૅરૅક્ટર કરે છે જે પ્રાઇમ મિનિસ્ટરપદના દાવેદાર એવા દેવકીનંદનની રાઇટ-હૅન્ડ છે. દેવકીની ગેરહાજરીમાં અનુરાધા પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે એવા કાવાદાવા કરે છે જે દેવકીના દીકરા એટલે કે સમર પ્રતાપને પણ પરસેવો છોડાવી દે છે. સમર પ્રતાપનું કૅરૅક્ટર સૈફ અલી ખાન કરે છે.

‘તાંડવ’ ૧પ જાન્યુઆરીએ રિલીઝ થશે.

entertainment news web series Rashmin Shah