ટી-સિરીઝની સસ્પેન્સ થ્રિલરમાં આર. માધવન સાથે જોવા મળશે દર્શન કુમાર

31 January, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટી-સિરીઝની સસ્પેન્સ થ્રિલરમાં આર. માધવન સાથે જોવા મળશે દર્શન કુમાર

દર્શન કુમાર

દર્શન કુમાર ટી-સિરીઝની અનટાઇટલ્ડ સસ્પેન્સ થ્રિલરમાં આર. માધવન સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મને કુકી ગુલાટી ડિરેક્ટ કરશે. ફિલ્મમાં અપારશક્તિ ખુરાના પણ દેખાશે. આ ફિલ્મ દ્વારા સિંગર ખુશાલી કુમાર ઍક્ટિંગમાં એન્ટ્રી કરશે. આર. માધવન અને અપારશક્તિ ખુરાના સાથે કામ કરવા માટે ઉત્સાહિત દર્શન કુમારે કહ્યું હતું કે ‘હું આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ એક્સાઇટેડ છું. સારી સ્ક્રિપ્ટ પર કામ કરવા મળે એ સારી બાબત છે. જોકે આ બધાની સાથે જ તમને ગ્રેટ કો-સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળે એ ખૂબ આહ્લાદક અનુભવ કહેવાય. આપણી ઇન્ડસ્ટ્રીમાં આર. માધવન બેસ્ટ ઍક્ટર છે. તે હંમેશાં અદ્ભુત પર્ફોર્મન્સ આપે છે. સાથે જ હું અપારશક્તિ ખુરાના સાથે કામ કરવા માટે પણ એક્સાઇટેડ છું. તે એક સારો ઍક્ટર છે.’

entertainment news web series darshan kumaar r. madhava