ઇન્ડિયાની ક્રાઇમ સ્ટોરી લઈને આવ્યું નેટફ્લિક્સ

15 September, 2021 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાવીસમી સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે

‘ક્રાઇમ સ્ટોરીઝ : ઇન્ડિયા ડિટેક્ટિવ્ઝ’નું પોસ્ટર

નેટફ્લિક્સ દ્વારા એક ડૉક્યુમેન્ટરી સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. ‘ક્રાઇમ સ્ટોરીઝ : ઇન્ડિયા ડિટેક્ટિવ્ઝ’ બાવીસમી સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ શો બૅન્ગલોર પર આધારિત છે. બૅન્ગલોરમાં થયેલા કેટલાક વિચિત્ર ક્રાઇમને પોલીસ દ્વારા કેવી સૂઝબૂઝથી સૉલ્વ કરવામાં આવ્યા હતા એને આ શોમાં દેખાડવામાં આવશે. આ માટે નેટફ્લિક્સનું એક ક્રૂ બૅન્ગલોર પોલીસને ફૉલો કરતું હતું અને તેમની દરેક વસ્તુનું ડૉક્યુમેન્ટેશન કરતું હતું. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં કેવી-કેવી રિયલ ચૅલેન્જિસનો સામનો કરવામાં આવે છે એ ૨૨ સપ્ટેમ્બરે જોઈ શકાશે.

entertainment news Web Series web series netflix