પરિWARમાં ત્રિપુટીનું ત્રેખડ

25 September, 2020 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિWARમાં ત્રિપુટીનું ત્રેખડ

પરિWARમાં ત્રિપુટીનું ત્રેખડ

ડિઝની પ્લસ હૉટસ્ટાર પર ‘પરિWAR’ નામની કૉમેડી સિરીઝ રિલીઝ થઈ છે જેમાં ગજરાજ રોવ, વિજય રાઝ, રણવીર શૌરી, યશપાલ યાદવ, અભિષેક બૅનરજી, નિધિ સિંહ જેવા કલાકારોનો કાફલો છે. સામાન્યત રીતે પરિવાર પહેલાં આવે છે, પણ અહીં તો પરિવાર પહેલાં ૪૦ એકરની જમીન આવે છે! અલાહાબાદમાં રહેતા કાશીરામ (ગજરાજ રાવ)નાં બાળકો મહિપાલ (યશપાલ યાદવ), શિશુપાલ (રણવીર શૌરી) અને મંદાકિની (નિધિ સિંહ) પ્રૉપર્ટીના મામલે ઝઘડે છે. કાશીરામે એ જમીન ગંગારામ (વિજય રાઝ)ને વેચી નાખી હોય છે, પણ ગંગારામના ઇરાદા સારા નથી. મહિપાલ અને શિશુપાલને આ વાતની ખબર પડતાં તેઓ ગુસ્સે ભરાય છે. જોકે મંદાકિની નિશ્ચિંત છે કારણ કે તે ગંગારામના દીકરા મુન્ના (અભિષેક બૅનરજી)ના પ્રેમમાં છે! પ્રૉપર્ટીના મામલે થતા ‘પરિWAR’ને લીધે ભારે કૉમેડી સર્જાય છે.

ઉલ્લેખનીય છે કે હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ ‘લૂટકેસ’માં પણ ગજરાજ રાવ, વિજય રાઝ, રણવીર શૌરીની ત્રિપુટીએ દર્શકોને ખૂબ હસાવ્યા છે. ‘પરિWAR’ને ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘ભેજાફ્રાય’ના ડિરેક્ટર સાગર બેલ્લારીએ ડિરેક્ટ કરી છે. હૉટસ્ટાર પર આ સિરીઝના બધા જ એપિસોડ ફ્રીમાં અવેલેબલ છે.

entertainment news web series hotstar