આલસ મોટાપા ઘબરાહટ

15 June, 2021 09:00 AM IST  |  Mumbai | Nisha Sanghvi

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કરુણેશ તલવારે બીજું કોલૅબરેશન કર્યું: શો આજે થશે રિલીઝ

કરુણેશ તલવાર

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સમયાંતરે કૉમેડી શોનું સ્ટ્રીમિંગ કરતું રહે છે જેમાં ‘લોલ - હસે તો ફંસે’ લેટેસ્ટ છે. આ પ્લૅટફૉર્મ પર આજે ‘આલસ મોટાપા ઘબરાહટ’ નામનો સ્ટૅન્ડ-અપ સ્પેશ્યલ શો રિલીઝ થવાનો છે, જેમાં જાણીતા કૉમેડિયન કરુણેશ તલવારની કૉમેડી જોવા મળશે. કરુણેશ તલવારનું ‘પતા નહીં પર બોલના હૈ’ બાદ ઍમેઝૉન સાથે આ બીજું કોલૅબરેશન છે. ‘આલસ મોટાપા ઘબરાહટ’માં કરુણેશ પોતાના પેરન્ટ્સ, ગર્લફ્રેન્ડ સાથેની રિલેશનશિપ વિશે વાત કરશે અને છેવટે તો આપણે આપણા પેરન્ટ્સનું મોડિફાઇડ વર્ઝન છીએ એના પર રમૂજી કિસ્સા શૅર કરશે.

કરુણેશ તલવાર કહે છે, ‘આલસ મોટાપા ઘબરાહટ’થી હું ઍમેઝૉન પર પાછો આવી રહ્યો છું અને મારા પહેલા શોને ચાહકોએ વધાવ્યા બાદ હું બીજા શો માટે વધારે ઉત્સાહી છું. છેલ્લા એક વર્ષથી લોકો માટે મુશ્કેલીભર્યો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે મને લોકોને હસાવવાનો મોકો મળશે એ મારું સદ્ભાગ્ય છે. મેં આ શોમાં ઑથેન્ટિક રહેવાનો પ્રયત્ન કર્યો છે અને જે વસ્તુ મને રમૂજી લાગે છે એના વિશે વાત કરી છે. આ ટોપિક એવો છે જેનાથી કોઈ પણ વ્યક્તિ રિલેટ કરી શકશે. ભલે આપણે બધા એકબીજાથી જુદા છીએ, પણ મોટા ભાગના માનવીય અનુભવો લગભગ સમાન હોય છે.’

entertainment news Web Series web series amazon prime nirali dave