‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝનમાં કૅરલેસ બૉય‍્ઝ વધુ જવાબદાર બની રહ્યા છે : પ્રીત કમાણી

24 September, 2022 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીત કમાણીનું કહેવું છે કે ‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝનમાં કૅરલેસ બૉય‍્ઝ વધુ જવાબદાર બની રહ્યા છે

પ્રીત કમાણી

પ્રીત કમાણીનું કહેવું છે કે ‘ફીલ્સ લાઇક હોમ’ની બીજી સીઝનમાં કૅરલેસ બૉય‍્ઝ વધુ જવાબદાર બની રહ્યા છે. આ સિરીઝનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. 
આ શોમાં પ્રીત લક્ષ્યની ભૂમિકા ભજવી રહ્યો છે. પહેલી સીઝનની સ્ટોરી જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી બીજી સીઝન શરૂ થવા જઈ રહી છે. જોકે આ શોમાં તેમને વધુ મૅચ્યોર દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં પ્રીતે કહ્યું કે ‘સીઝન 2માં અમે પહેલાં કરતાં વધુ જોરદાર રીતે આવી રહ્યાં છીએ. જોકે આ વખતે પાર્ટી કરતાં વધુ રિલેશનશિપનું હૅન્ગઓવર જોવા મળશે. કૅરલેસ બૉય‍્ઝ
ધીમે-ધીમે હવે પુરુષ બની રહ્યા છે. તેમના પર જેમ-જેમ રિલેશનશિપ અને લાઇફનાં કૉમ્પ્લીકેશન આવે છે એમાંથી તેઓ શીખી રહ્યા છે. લક્ષ્યની લાઇફમાં એક સમય એવો આવે છે કે 
તેણે તેના પ્રેમ અને બેસ્ટ ફ્રેન્ડમાંથી એકને પસંદ કરવાનો હોય છે. આ સીઝનમાં તે પ્રેમમાં હશે અને તેના બેસ્ટ ફ્રેન્ડ સાથેનો બૉન્ડ પણ વધુ સ્ટ્રૉન્ગ જોવા મળશે.’

Web Series entertainment news