ડિજિટલ પ્લૅટફૉર્મ હોવાની ખુશી છે બૉબી દેઓલને

31 January, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મ હોવાની ખુશી છે બૉબી દેઓલને

બૉબી દેઓલ

બૉબી દેઓલને એ વાતની ખુશી છે કે ડિજિટલ પ્લૅટફૉર્મનું અસ્તિત્વ છે. તેને બૉલીવુડમાં 25 વર્ષ થયાં છે. બૉબી દેઓલે ડિજિટલ ફિલ્મ ‘ક્લાસ ઑફ 83’ અને વેબ-સિરીઝ ‘આશ્રમ’માં કામ કર્યું હતું. ડિજિટલ પ્લૅટફૉર્મને લઈને બૉબી દેઓલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ડિજિટલ પ્લૅટફૉર્મનું અસ્તિત્વ લાભદાયી છે. એને કારણે ટૅલન્ટને અનેક તકો મળી છે. સાથે જ એના માધ્યમથી બ્રિલિયન્ટ ઍક્ટર્સનું કામ પણ જોવા મળ્યું છે. મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો ચાન્સ મળ્યો અને મેં કંઈક ચૅલેન્જિંગ વસ્તુઓ પર હાથ અજમાવ્યો. હું ‘આશ્રમ’ના મેકર્સનો આભાર માનું છું કે તેમણે મારામાં એ વિઝન જોયું અને સાથે જ હું મારા તમામ ફૅન્સનો અને ઓટીટીના નવા દર્શકોનો પણ દિલથી આભાર માનું છું કે તેમણે મારા કામની પ્રશંસા કરી. મને એ વાતની ખુશી છે કે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સનું અસ્તિત્વ છે.’

entertainment news web series bobby deol