‘ઢિંઢોરા’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે ભુવન બામ

16 June, 2022 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુટ્યુબર ભુવન બામ તેની વેબ-સિરીઝ ‘ઢિંઢોરા’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ સિરીઝ પર કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવી શકે છે.

ભુવન બામ

યુટ્યુબર ભુવન બામ તેની વેબ-સિરીઝ ‘ઢિંઢોરા’ની બીજી સીઝન લઈને આવી રહ્યો છે. આ સિરીઝ પર કામ શરૂ થઈ ગયું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવી શકે છે. આ વિશે ભુવન બામે કહ્યું હતું કે ‘અમે ‘ઢિંઢોરા’ની શરૂઆત દર્શકોને એન્ટરટેઇન કરવાના એક સિમ્પલ લક્ષ્ય સાથે કરી છે. પહેલી સીઝનની પ્રૉપર્ટી અને પાત્ર સાથે અમે આ વખતે સ્ટોરીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે કરીશું. આ શોને દર્શકોએ ખૂબ જ સારી રીતે પસંદ કર્યો છે અને એ માટે અમે તેમના આભારી છીએ. અમે આ શોની બીજી સીઝન પર કામ શરૂ કરી દીધું છે અને દરેક દ્વારા પસંદ કરવામાં આવેલાં તમામ પાત્રોને ફરી સ્ક્રીન પર લાવવા માટે આતુર છું.’

Web Series entertainment news