‘કાલા’ પહેલી ડિસેમ્બરે થશે સ્ટ્રીમ

02 November, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે

કાલા

સાઇકોલૉજિકલ ડ્રામા ‘કાલા’ હવે પહેલી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ડિરેક્ટર અન્વિતા દત્તના આ શોમાં ૧૯૩૦-૪૦ના દાયકાની સ્ટોરીની વાત કરવામાં આવી છે. અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ શોમાં તૃપ્તિ ડિમરી, બબિલ ખાન, સ્વસ્તિકા મુખરજી, અમિત સિયાલ, નીર રાવ, અવિનાશ રાજ શર્મા અને આશિષ સિંહ જોવા મળશે. આ વિશે અન્વિતા દત્તે કહ્યું કે ‘આ સ્ટોરી એક મમ્મી અને તેની દીકરીઓ વચ્ચેની છે. તેમનો ઉછેર જે રીતે કરવામાં આવ્યો હોય છે એની તેમનાં બાળકો પર કેવી અસર પડે છે અને એનું શું પરિણામ આવે છે એના પર આ સ્ટોરી છે. કર્ણેશ અને મને બન્નેને એવું લાગ્યું કે આ સ્ટોરી લોકો સામે લાવવી જરૂરી છે. આથી અમે આ સ્ટોરીને ૧૯૩૦ના દાયકામાં મ્યુઝિકના બૅકડ્રૉપ પર સેટ કરી છે. નેટફ્લિક્સ સાથે આ સ્ટોરીને જીવંત બનાવવાની અમને ખુશી છે. તેમની સાથે આ મારો બીજો પ્રોજેક્ટ છે.’

entertainment news Web Series netflix