અમિત સાધે વેબ-સિરીઝ 'ઝીદ'નું શૂટિંગ શરૂ કર્યું

10 September, 2020 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિત સાધે વેબ-સિરીઝ 'ઝીદ'નું શૂટિંગ શરૂ કર્યું

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

અમિત સાધે ZEE5ની વેબ-સિરીઝ ‘ઝીદ’નું શૂટિંગ શરૂ કર્યું છે. ઍક્શનથી ભરપૂર આ એક વૉર-સિરીઝ છે. શૂટિંગ શરૂ થતાંની સાથે ક્લૅપ બોર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિત સાધે કૅપ્શન આપી હતી કે ‘તમારા સૌના પ્રેમ અને આશીર્વાદથી આખરે અમે શૂટિંગ શરૂ કર્યું છે. સાથે જ તમામ સાવધાની પણ રાખી રહ્યા છીએ. મારો પહેલો શૉટ આપ્યો છે અને એની સાથે હું ઇન્સ્ટાગ્રામ પર આવ્યો છું. મારી લવલી ટીમનો આભાર કે તેમણે મારી ગેરહાજરીમાં સૌને બાંધી રાખ્યા હતા. સાથે જ મારા તમામ ફ્રેન્ડ્સનો પણ આભાર. આશા રાખું છું કે તમે બધા સલામત હશો. હું સોશ્યલ મીડિયાથી થોડા સમય માટે દૂર હતો, કારણ કે હું ‘ઝીદ’ના કેટલાક સીન્સની તૈયારી કરી રહ્યો હતો. એમાં હું મારું બેસ્ટ આપવા માગતો હતો જેથી તમને સૌને મારા પર ગર્વ થાય. હું મારી ‘ઝીદ’ કાયમ રાખવાનો છું અને આશા છે તમે પણ તમારી ‘ઝીદ’ જાળવી રાખશો. તમારા સૌના પ્રેમ માટે આભાર.’

entertainment news web series amit sadh zee5