ભગતસિંહની લાઇફ પર ઍમેઝૉન બનાવશે વેબ-સિરીઝ

23 January, 2020 03:08 PM IST  |  Rajkot | Rashmin Shah

ભગતસિંહની લાઇફ પર ઍમેઝૉન બનાવશે વેબ-સિરીઝ

ભગતસિંહ

ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થનારી ‘ધ અનફોર્ગટન આર્મી’ પછી હવે પ્લૅટફૉર્મ ભગતસિંહની લાઇફ પર વેબ-સિરીઝ પ્લાન કરી રહ્યું છે જેની માટેનું રિસર્ચ ઑલરેડી પૂરું થઈ ગયું છે અને નજીકના સમયમાં વેબ-સિરીઝનું શૂટ પણ શરૂ થશે.

શહીદ ભગતસિંહ પર ઑલરેડી નેવુના દશકમાં બે ફિલ્મો બની ગઈ હતી અને બન્ને ફિલ્મો સુપરહીટ રહી હતી. જોકે એ પછી પણ વેબ-સિરીઝનું પ્લાનિંગ થવા પાછળનું કારણ સમય અવધિ છે. બે કલાકના સમયગાળામાં ભગતસિંહને ન્યાય આપી ન શકાય એવું ધારીને અને ઇન્ડિયન ઑડિયન્સને ઇતિહાસ પ્રત્યે રહેલી રુચિને જોઈને આ વિષય પર વેબ-સિરીઝ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મેરે ડૅડ કી દુલ્હન : ગુનીતની જિંદગીમાં આવનાર આ નવી વ્યક્તિ કોણ છે?

ભગતસિંહના નાનપણથી લઈને તેમને ફાંસી આપવામાં આવી એ સમયગાળા સુધીના પિરિયડને આ વેબ-સિરીઝમાં સમાવવામાં આવશે. શહીદ ભગતસિંહના કૅરેક્ટર માટે અત્યારે કાર્તિક આર્યન પહેલી પસંદ છે, પણ કાર્તિકની વ્યસ્તતાને જોતાં અન્ય કલાકારોની પણ વિચારણા થશે એ પણ એટલું જ સાચું છે.

bhagat singh web series Rashmin Shah