બોલીવુડના 'સિંઘમ' અજય દેવગનની થશે વૅબ સિરિઝમાં એન્ટ્રી

02 September, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલીવુડના 'સિંઘમ' અજય દેવગનની થશે વૅબ સિરિઝમાં એન્ટ્રી

અજય દેવગન

કોરોના વાયરસ મહામારીને લીધે લગભગ છેલ્લા સાડા પાંચ મહિનાથી થિયેટર્સ બંધ છે. મોટા ભાગની ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. મોટા-મોટા સ્ટાર્સ ડિજીટલ ડેબ્યૂ કરી રહ્યાં છે. હવે વધુ એક બૉલીવુડ અભિનેતા ડિજીટલ ડેબ્યૂ કરવા તૈયાર છે. બોલીવુડના 'સિંઘમ' તરીકે ઓળખાતો અભિનેતા અજય દેવગન (Ajay Devgn) ટુંક સમયમાં વૅબ સિરિઝમાં જોવા મળશે. તેની સાથે અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ (Ileana D'cruz) જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે, બ્રિટિશ ટીવી સિરીઝ 'લૂથર'ની હિન્દી રીમેકમાં અજય દેવગન અભિનય કરશે. આ એક વૅબ સિરિઝ હશે. જેને ડિજીટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાને આ પ્રોજેક્ટ બહુ ગમ્યો હોવાથી તેણે હા પાડી દીધી ચે અને કોન્ટ્રેક્ટ સાઈનિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે. અજય દેવગનની સાથે વૅબ સિરિઝમાં ઇલિયાના ડિક્રુઝ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, અજય દેવગન અને ઇલિયાના ડિક્રુઝે આ પહેલા 'રેડ' અને 'બાદશાહો'માં સાથે કામ કર્યું છે.

entertainment news web series ajay devgn ileana d cruz