ગુજરાત મને લાગે વ્હાલું

22 December, 2020 05:23 PM IST  |  Mumbai | Rashmin Shah

ગુજરાત મને લાગે વ્હાલું

‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા’

સોની લિવ પર રિલીઝ થઈને દુનિયાભરમાં ડંકો વગાડી દેનાર વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા’ની ગાલા સક્સેસ પછી અત્યારે સોનીની ડિજિટલ ટીમ ગુજરાત આધારિત વિષય શોધવાના કામમાં લાગી છે. ગુજરાત અને સત્યઘટના પર આધારિત સબ્જેક્ટ શોધવાની મથામણ આમ તો છેલ્લા એક મહિનાથી ચાલે છે, પણ હવે આ પ્રોસેસ એટલી ફાસ્ટ કરી દેવામાં આવી છે કે સવારથી ગુજરાતના સબ્જેક્ટ પર જ ચર્ચા ચાલતી હોય છે.

સોની લિવની ક્રીએટિવ સાથે સંકળાયેલી ટીમના એક મેમ્બરના કહેવા મુજબ ગુજરાત આધારિત ૬ સબ્જેક્ટ એવા મળ્યા છે જેને અત્યારે એક બાજુએ રાખવામાં આવ્યા છે તો સાથોસાથ અમે ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા’ની સેકન્ડ સીઝન પર વિચાર કરીએ છીએ, પણ એ સીઝનને અમે ૨૦૨૧ના એન્ડમાં જ લાવવાનું પ્લાનિંગ રાખીએ છીએ જેથી પહેલી સીઝનને રિપીટ ઑડિયન્સ મળતું રહે.’

entertainment news web series sony entertainment television Rashmin Shah