કરિશ્મા કપૂર પછી આ એક્ટ્રેસ વેબ દુનિયામાં ડેબ્યૂ માટે તૈયાર

23 January, 2020 04:28 PM IST  | 

કરિશ્મા કપૂર પછી આ એક્ટ્રેસ વેબ દુનિયામાં ડેબ્યૂ માટે તૈયાર

વેબ દુનિયામાં ડેબ્યૂ માટે તૈયાર રવીના

જે રીતે વેબ સિરીઝ અને ઓનલાઈન શૉ સ્ટ્રિમીંગ જે રીતે વધી રહ્યું છે ભારતીય કલાકારો માટે એક નવુ પ્લેટફોર્મ ખુલી ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ભારતીય કલાકારોએ પોતાનું ડિજીટલ ડેબ્યૂ કર્યું છે. કરિશ્મા કપૂર ALT Balaji દ્વારા ડિજીટલ સેક્ટરમાં પગ મુકવા માટે તૈયાર છે ત્યારે બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન પણ ડિજીટલ પડદે દેખાવાની તૈયારી કરી રહી છે. બોલીવુડ હંગામાની એક રિપોર્ટમાં સૂત્રોનો અહેવાલ છે કે, રવીના ટંડન જે હાલ નચ બલિયે 9ને જજ કરી રહી છે તે ડિજીટલ સ્પેસ તરફ આગળ વધી રહી છે.

જો કે હાલ આ વાતની સ્પષ્ટતા નતી કે રવીના ટંડન ક્યારે અને કયા પ્રોજેકેટ પર કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, રવીના ટંડન જે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તે થ્રિલર કે ડ્રામા હોઈ શકે છે. રવીના ટંડન માટે ઓનલાઈન પ્લેટફોર્મને શોધવા માટે એક સારો મોકો છે. આ સાથે જ આ જાણકારી પણ સામે આવી છે કે તે કોઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે જોડાવા જઈ રહી છે.

આ સિવાય જાણકારી એ પણ છે કે, રવીના ટંડન રવીના પ્રોડક્શનના કામ પર પણ જોડાવા જઈ રહી છે. રવીના છેલ્લે મોટા પડદે માતૃ અને શબમાં જોવા મળી હતી. આ સિવાય તેમણે ફિલ્મ હનુમાન ધ દમદારમાં પોતાની અવાજ આપ્યો હતો. નચ બલિયે પહેલા રવીના ટંડન છોટે મિયા રિયાલિટી શૉ જજ કરી ચૂકી છે.

આ પણ વાંચો: Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

રવીના ટંડનની ફિલ્મ રક્ષકનું ગીત, શહેરના છોકરીના અંદાજમાં હાલમાં જ રિમેક કરવામાં આવ્યું છે. આ ગીતને બાદશાહે ગાયું છે અને રિમેક મિક્સ કર્યું છે. તનિષ્ક બાગચી. સુનીલ શેટ્ટી અને રવીના ટંડન સ્ટારર ફિલ્મ રક્ષક 1996માં રિલીઝ થઈ હતી. ફિલ્મના રિમેક સોન્ગને ઘણું પસંદ કરવામાં આવ્યું હતુ જેના લઈને ફરી એકવાર સુનીલ શેટ્ટી અને રવીના ટંડન ગેસ્ટ અપિરિયન્સ આપી શકે છે.