વિક્રમ ભટ્ટની વેબ-શૉર્ટ ફિલ્મ બૉય્ઝ નાઇટ આઉટમાં આદિત્ય દેશમુખ

22 January, 2020 01:43 PM IST  |  Ahmedabad

વિક્રમ ભટ્ટની વેબ-શૉર્ટ ફિલ્મ બૉય્ઝ નાઇટ આઉટમાં આદિત્ય દેશમુખ

આદિત્ય દેશમુખ

ઇરૉટિક-હૉરર વેબ-સિરીઝ અને ફિલ્મો બનાવવા માટે જાણીતા ભટ્ટ કૅમ્પના વિક્રમ ભટ્ટ ડિજિટલ દુનિયામાં એક પછી એક તેમના પ્રોજેક્ટ રિલીઝ કરી રહ્યા છે. તેમની માયા 1 અને બે તથા ટ્વિસ્ટેડ 1 અને 2એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેઓ ફરી હૉરર ફિલ્મ લઈને આવી રહ્યા છે પણ આ વખતે એ શૉર્ટ ફિલ્મ હશે જેનું નામ છે ‘બૉય્ઝ નાઇટ આઉટ’.

કૉલેજના ચાર મિત્રો વર્ષો પછી ભેગા થાય છે અને ટ્રિપ કરવાનું નક્કી કરે છે. આ પ્રકારની વાર્તા ‘બૉય્ઝ નાઇટ આઉટ’ની છે જે ભૂષણ પટેલ ડિરેક્ટ કરશે અને વિક્રમ ભટ્ટનું પ્રોડક્શન હાઉસ એનું નિર્માણ કરશે. આ શૉર્ટ ફિલ્મમાં ‘માયા’માં દેખાયેલો અભિનેતા આદિત્ય દેશમુખ ચાર છોકરાઓ પૈકી મુખ્ય પાત્ર ભજવવાનો છે. આદિત્ય ઉપરાંત અનુજ પંડિત શર્મા પણ આ સિરીઝમાં મહત્ત્વના પાત્રમાં દેખાશે.

આ પણ વાંચો : હૉકી સ્ટાર યુવરાજ વાલ્મીકિ ક્લાસ ઑફ 2020 દ્વારા ઍક્ટિંગમાં કરશે એન્ટ્રી

અનુજને લોકો ‘કોઈ... મિલ ગયા’ના છોટે સરદાર તરીકે આજે પણ યાદ કરે છે. ત્યાર પછી તે ટીવી-શો ‘પરવરિશ’માં દેખાયો હતો. વિક્રમ ભટ્ટે લખેલી આ વાર્તા કયા ડિજિટલ પ્લૅટફૉર્મ પરરિ લીઝ કરવામાં આવશે એ હવે નક્કી થશે.

vikram bhatt web series