સ્ટારડસ્ટ શો દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે અદિતિ રાવ હૈદરી

11 January, 2021 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટારડસ્ટ શો દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી અને બંગાળી સિનેમાના સ્ટાર પ્રોસેનજિત ચૅટરજી વેબ-સિરીઝ ‘સ્ટારડસ્ટ’માં જોવા મળશે. વિક્રમાદિત્ય મોટવાણીના આ શોના 8થી 9 એપિસોડ્સ બનાવવામાં આવશે. એવી ચર્ચા છે કે અપારશક્તિ ખુરાના પણ દેખાશે. આ સિરીઝનું શૂટિંગ માર્ચ કાં તો એપ્રિલમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામકાજની રીતભાતને એમાં દેખાડવામાં આવશે. એમાં 40ના દાયકા પર પ્રકાશ પાડવામાં આવશે. વિક્રમાદિત્ય મોટવાણીએ હાલમાં જ પોતાના નવા પ્રોડક્શન હાઉસ આંદોલન ફિલ્મ્સના બૅનર હેઠળ ‘AK vs AK’ ડિરેક્ટ કરી હતી.

entertainment news bollywood bollywood news aditi rao hydari