બ્રીધને મળી રહેલા લોકોના પ્રેમ બદલ સૌનો આભાર માન્યો અભિષેક બચ્ચને

12 July, 2020 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રીધને મળી રહેલા લોકોના પ્રેમ બદલ સૌનો આભાર માન્યો અભિષેક બચ્ચને

અભિષેક બચ્ચનની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘બ્રીધ: ઇન્ટુ ધ શેડોઝ’ને મળી રહેલા પ્રતિસાદને જોતાં તેણે સૌનો આભાર માન્યો છે. આ વેબ-સિરીઝ દ્વારા અભિષેકે ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી કરી છે. આ વેબ-સિરીઝ ૧૦ જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક બચ્ચને કૅપ્શન આપી હતી, ‘તમે લોકોએ જે પ્રકારે ‘બ્રીધ: ઇન્ટુ ધ શેડોઝ’ને પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે એથી હું ખૂબ ખુશ છું. એક ઍક્ટરને ખરી ખુશી ત્યારે મળે છે જ્યારે તેની સખત મહેનતને બિરદાવવામાં આવે છે. આખો દિવસ લોકોની આવતી પ્રશંસનીય કમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશ અને ઇમોશનલ થયો છું. એનું શ્રેય અમારા અદ્ભુત ડિરેક્ટર મયંક શર્માને જાય છે. તેમનો દૃઢ વિશ્વાસ અમારા માટે એક માર્ગદર્શન સમાન હતો. અમારી ગ્રેટ રાઇટર્સની ટીમ ભવાની ઐયર, વિક્રમ તુલી અને અર્શદ સૈયદથી માંડીને અમારા પ્રોડ્યુસર્સ, ખાસ કરીને વિક્રમ મલ્હોત્રાનો આભાર માનું છું. તેઓ ન માત્ર શોના કો-ક્રીએટર હતા, તેઓ ચૅમ્પિયન પણ રહ્યા છે. કદી પણ આશા છોડી નહીં. અમે જ્યારે પણ ડગમગતા હતા ત્યારે તેઓ અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવતા હતા. અમારા ક્રૂ-મેમ્બર્સ જેમણે અથાક પરિશ્રમ કર્યો હતો અને તેમણે શોને ખૂબ સુંદર બનાવ્યો છે. એમાં પણ મહેનત તેમણે હસતા મોઢે કરી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોને પણ શ્રેય આપું છું જેણે અમારા પર વિશ્વાસ મૂક્યો, સખત મહેનત કરી અને શોમાં પૈસા લગાવ્યા હતા. અંતે મારા તમામ કો-ઍક્ટર્સને, અવિનાશ સબરવાલને જે પ્રશંસા મળી રહી છે એ તેમના બ્રિલિયન્સને કારણે મળી રહી છે. તેઓ બધા ખૂબ સમજદાર, ધૈર્યવાન અને મને શૂટિંગ માટે હંમેશાં પ્રેરિત કરતા હતા. મારો પર્ફોર્મન્સ તો તેમના વગર શક્ય જ નહોતો. અમિત, નિત્યા, સૈયામી, હૃશીકેશ, શ્રીકાંત, લિટ્ટલ ઈવાના, રેશમ, પ્લબિતા, સુનીલજી, શ્રદ્ધા, રવિ ગારુ, શ્રુતિ, કુલજિત, પવન, ડેબી અને મેં જેમની સાથે કૅમેરા શૅર નથી કર્યો એ તમામ કલાકારોએ પણ સારું કામ કર્યું છે. ખાસ આભાર તો વેરિન રૂપાણી, દ્વિજ વાલા અને રવિશ ડુમરાનો કરું છું. બધા ખૂબ જ બ્રિલિયન્ટ હતા. આ જર્ની ખૂબ જ અદ્ભુત રહી એથી સૌનો આભાર માનું છું. આશા રાખું કે ઑડિયન્સ પણ આ સિરીઝને જોવાનું એન્જૉય કરશે. તમારા સપોર્ટ અને પ્રેમથી હું ખૂબ ખુશ અને પ્રેરિત થયો છું. ત્યાં સુધી તમને સૌને પ્રેમ જ્યાં સુધી અમે પાછો બ્રીધ લઈને આવીએ.’

'બ્રીધ 2'માં મારા કૅરૅક્ટરની જર્ની ખૂબ પેઇનફુલ રહી હતી: અમિત સાધ

અમિત સાધનું કહેવું છે કે મારી વેબ-સિરીઝ ‘બ્રીધ : ઇન્ટુ ધ શેડો’માં તેના કૅરૅક્ટર કબીર સાવંતને સાકાર કરવું તેને માટે પેઇનફુલ રહ્યું હતું. આ વેબ-સિરીઝમાં અભિષેક બચ્ચન, સૈયામી ખેર અને નિત્યા મેનન પણ જોવા મળી રહ્યાં છે. લોકોને આ સિરીઝ ખૂબ પસંદ પડી રહી છે. આ વેબ-સિરીઝના એક સીનને

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિત સાધે કૅપ્શન આપી હતી, ‘એક મેથડ માટે પાગલપન હોય છે અને પાગલપન માટેની મેથડ હોય છે. કબીર સાવંતના નવા અવતારમાં ઊતરવા માટેની જર્ની ખૂબ જ દર્દનાક રહી હતી. એ કૅરૅક્ટરનું ભૂતકાળ ડાર્ક અને તેની લાઇફમાં અનેક ટ્વિસ્ટ આવ્યા હોય છે. મને એવો અહેસાસ થયો કે હું હ્યુમન સ્ટ્રેન્ગ્થની તમામ હદ પાર કરી ચૂક્યો છું. જો દિલમાં હામ હોય તો પર્વતને પણ હલાવી શકાય છે. ફરીથી કબીર સાવંત રિપોર્ટિંગ. બીજા ભાગમાં મળીશું. આશા રાખું કે તમે બધા જોશો.’

entertainment news bollywood web series abhishek bachchan amit sadh