૩૫ વર્ષ પહેલાં ઊડેલું વિમાન ક્રૅશ થયેલું મળે તો?

26 August, 2020 06:24 PM IST  |  Mumbai | Nirali Dave

૩૫ વર્ષ પહેલાં ઊડેલું વિમાન ક્રૅશ થયેલું મળે તો?

સ્ટ્રીમિંગ સર્વિસ સોની લિવની ઓળખ હવે કન્ટેન્ટ કિંગ તરીકે થાય તો નવાઈ નહીં લાગે. થોડા સમય પહેલાં જ લૉન્ચ થયેલા આ પ્લૅટફૉર્મ પર એક પછી એક રસપ્રદ સિરીઝ આવી રહી છે. યૉર ઑનર, અનદેખી અને કડક જેવી સિરીઝને દર્શકોએ વધાવી છે ત્યારે હવે આગામી મિસ્ટરી-થ્રિલર ‘JL50’ ચર્ચામાં છે. વેસ્ટ બંગાળના લાવામાં શૂટ થયેલા આ શોના ટિઝરમાં ૩૫ વર્ષ પહેલાં ટેક-ઑફ થયેલા મિસિંગ પ્લેનની વાત કરવામાં આવે છે જે એક વીક પહેલાં જ ક્રૅશ થયેલું મળી આવ્યું છે! એ મિસિંગ પ્લેનની પૂછપરછ શંકાસ્પદ વ્યક્તિને ઇન્ટેલિજન્સ ઑફિસર કરે છે.

ઑફિસરના પાત્રમાં અભય દેઓલ છે અને શંકાસ્પદ વ્યક્તિના પાત્રમાં દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર છે. આ ઉપરાંત પીયૂષ મિશ્રા, રાજેશ શર્મા અને રિતિકા આનંદ સહિતના કલાકારો ‘JL50’માં જોવા મળશે. આ સિરીઝની રસપ્રદ વાત એ છે કે એ સાયન્સ-ફિક્શનના જોનરની લાગી રહી છે. કેમ કે આમાં ટાઈઇ-ટ્રાવેલનો કન્સેપ્ટ પણ રજૂ થવાનો છે. અભય દેઓલનું પાત્ર ટાઇમ-ટ્રાવેલ કરીને આ મિસ્ટરી સૉલ્વ કરશે એવું પણ કહેવાઈ રહ્યું છે.

entertainment news web series abhay deol sony entertainment television