'અ સૂટેબલ બૉય' બની ૬ એપિસોડની સિરીઝ

13 July, 2020 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'અ સૂટેબલ બૉય' બની ૬ એપિસોડની સિરીઝ

‘મૉન્સૂન વેડિંગ’, ‘ધ નેમસેક’, ‘સલામ બૉમ્બે’ જેવી ફિલ્મો બનાવનારા અમેરિકન-ઇન્ડિયન ફિલ્મમેકર મીરા નાયરની સિરીઝ ‘અ સૂટેબલ બૉય’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. વિક્રમ સેઠની ક્લાસિક નૉવેલ પર આધારિત આ સિરીઝને ૬ એપિસોડમાં ઢાળવામાં આવી છે અને બીબીસી ચૅનલ તેમ જ બીબીસી આઇપ્લેયર પર ૨૬ જુલાઈએ રાતે ૯ વાગ્યે એનું પ્રીમિયર થવાનું છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ સેઠની ‘અ સૂટેબલ બૉય’ અંગ્રેજી સાહિત્યની સૌથી લાંબી નૉવેલમાંથી એક ગણાય છે અને મીરા નાયરે એને ૬ એપિસોડની સિરીઝમાં પૂરી કરી છે.

આ સિરીઝમાં ૧૯૫૧માં ભારત સ્વતંત્રતાથી ‘ટેવાઈ’ રહ્યો છે એ દરમ્યાનની વાર્તા છે એટલે પરંપરા અને આધુનિકતાનો જંગ, ફૅમિલી-વૅલ્યુઝ, વ્યક્તિગત સંઘર્ષ, ધાર્મિક પૂર્વગ્રહ વગેરે મુદ્દાઓ અહીં જોવા મળશે. શોની વાર્તા મુજબ રૂપા મહેરા પોતાની દીકરી લતા માટે ‘સૂટેબલ’ છોકરો શોધે છે, પણ લતાને સ્વતંત્ર રીતે પોતાનો માર્ગ બનાવવો છે એટલે તે લગ્ન કરવા નથી માગતી. ઉત્તર ભારતનું બૅકડ્રૉપ ધરાવતી આ સિરીઝમાં તબુ, ઈશાન ખટ્ટર, તાન્યા માનિકતલા, રામ કપૂર, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, નમિત દાસ, રણદીપ હૂડા જેવા કલાકારો છે.

entertainment news web series ishaan khattar tabu