એકતા કપૂરની વેબ-સીરીઝમાં એન્ટ્રી કરશે તુષાર કપૂર અને મલ્લિકા શેરાવત

23 January, 2020 04:33 PM IST  |  Mumbai

એકતા કપૂરની વેબ-સીરીઝમાં એન્ટ્રી કરશે તુષાર કપૂર અને મલ્લિકા શેરાવત

‘બુ સબકી ફટેગી’

એકતા કપૂરની વેબ-સિરીઝ ‘બુ સબકી ફટેગી’થી તુષાર કપૂર અને મલ્લિકા શેરાવત ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનાં છે. તુષાર કપૂર છેલ્લે ‘ગોલમાલ અગેન’માં જોવા મળ્યો હતો. મલ્લિકા તો ઘણા સમયથી બૉલીવુડથી દૂર છે. આ હૉરર-કૉમેડીમાં કૃષ્ણા, અભિષેક, કીકુ શારદા, શેફાલી જરીવાલા અને સંજય મિશ્રા જોવા મળશે. આ વેબ-સિરીઝનું ટ્રેઇલર ૧૭ જૂને રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતી ધારાવાહિક 'મહેક મોટા ઘરની વહુ'એ પૂર્ણ કર્યા 700 એપિસોડ

આ વેબ-સિરીઝનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી કે ‘ALTBalajiની આ હૉરર-કૉમેડી ખૂબ મજેદાર છે. તેમની મસ્તીનો પ્લાન બની ગઈ એક હૉરર-કૉમેડી. તૈયાર થઈ જાવ કેમ કે હવે થશે ભૂતિયાગિરી. આ એનું ફર્સ્ટ લુક છે. એના ફનને જોવા માટે તૈયાર થઈ જાવ. ટ્રેઇલર ૧૭ જૂને રિલીઝ થશે.’

tusshar kapoor mallika sherawat ekta kapoor web series