ગુજરાતી ધારાવાહિક 'મહેક મોટા ઘરની વહુ'એ પૂર્ણ કર્યા 700 એપિસોડ

Updated: Jun 16, 2019, 15:46 IST | અમદાવાદ

ગુજરાતી ધારાવાહિક મહેક મોટા ઘરની વહુએ 700 એપિસોડ પુરા કર્યા છે. જેની કાંઈક આવી રીતે ઉજવણી કરવામાં આવી.

'મહેક મોટા ઘરની વહુ'એ પૂર્ણ કર્યા 700 એપિસોડ
'મહેક મોટા ઘરની વહુ'એ પૂર્ણ કર્યા 700 એપિસોડ

કલર્સ ગુજરાતી પર આવતી ધારાવાહિક મહેક મોટા ઘરની વહુએ 700 એપિસોડ પુરા કર્યા છે. જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ધારાવાહિકમાં નિશાંક સુરૂ, વિશા વિરા અને રવિ પરમાર સાથે અન્ય જાણીતા કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતી દર્શકોને સીરિયલ ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

MHEK


મહેક મોટા ઘરની વહુ સીરિયલ ટીઆરપી રેટિંગમાં હંમેશા ટોચ પર રહે છે. જેના 700 એપિસોડ પુરા થતા ડાયરેક્ટર ધાર્મિક હેમુએ કલાકારો સાથે જોરદાર ઉજવણી કરી. ધારાવાહિકમાં એક એવી યુવતીની કથા છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે અને સંપન્ન પરિવારમાં તેના લગ્ન થાય છે. લગ્ન બાદ તેને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના પર આ ધારાવાહિક બનેલી છે.

આ પણ વાંચોઃ પ્રતિક અને દીક્ષા લઈને આવી રહ્યા છે ફિલ્મ 'ધુનકી'

મહેક...ધારાવાહિકમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવતા રહે છે. થોડા સમય પહેલા ધારાવાહિકના મુખ્ય પાત્ર મહેકની યાદશક્તિ જતી રહી હોવાનો પ્લોટ પણ ચાલી રહ્યો છે. જેમાં તે પોતાના પતિ અને સાસરાને ભૂલી ગઈ હતી. તેનો પતિ તેને યાદ  કરાવવાના પ્રયત્નો કરે છે. સાથે તમામ પ્રકારનો ફેમિલી ડ્રામા પણ ધારાવાહિકમાં જોવા મળે છે. જેના કારણે તે આટલા લાંબા સમય સુધી દર્શકોને જકડી રાખવામાં સફળ થઈ છે.

Loading...

Tags

tv show
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK