તબુ અને ઈશાન ખટ્ટર જોવા મળશે વેબ-સિરીઝ અ સૂટેબલ બૉયમાં

23 January, 2020 04:22 PM IST  |  મુંબઈ

તબુ અને ઈશાન ખટ્ટર જોવા મળશે વેબ-સિરીઝ અ સૂટેબલ બૉયમાં

તબુ

તબુ અને ઈશાન ખટ્ટર વેબ-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોવા મળવાનાં છે. સાથે જ નવોદિત તાન્યા મનિકતલા પણ
ઍક્ટિંગમાં હાથ આજમાવવાની છે. મીરા નાયર આ વેબ-સિરીઝને વિક્રમ સેઠની નૉવેલ ‘અ સૂટેબલ બૉય’ પરથી બનાવશે. એનું શૂટિંગ જલદી જ ભારતમાં શરૂ થવાનું છે. વેબ-સિરીઝની સ્ટોરી ૧૯૫૧ની એક યુનિવર્સિટી સ્ટુડન્ટ લતાની આસપાસ ફરે છે અને એ જ સમયે ભારતને મળેલી આઝાદી બાદ થનાર પહેલા ઇલેક્શનની આસપાસ પણ ફરતી દેખાશે. આ વેબ-સિરીઝ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં તબુએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે હું ‘અ સૂટેબલ બૉય’માં ખાસ કરીને તો મીરા નાયર સાથે કામ કરી રહી છું. તેમની સાથે ‘નેમસેક’માં કામ કર્યા બાદ હું ફરી એક વાર તેમની સાથે ક્રીએટ‌િવ અનુભવ લેવા માટે ઉત્સાહિત છું.’

આ પણ વાંચો : આર્ટિકલ 370 કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને ઇતિહાસ સાથે રજૂ કરશે

ઈશાન આ વેબ-સિરીઝમાં માન કપૂરના રોલમાં જોવા મળશે. આ વિશે ઈશાને કહ્યું હતું કે ‘આશા રાખું છું કે હું તેમના વિઝન પર ખરો ઊતરું અને દર્શકોને એ માન કપૂરનું કૅરૅક્ટર દેખાડું જેને તે યોગ્ય છે.’ આ છ ભાગની સિરીઝને BBC (બ્રિટ‌િશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) સ્ટુડિયોઝ ડિસ્ટ્ર‌િબ્યુટ કરશે. ફિલ્મનું શૂટિંગ ભારતનાં કેટલાંક શહેરોની સાથે જ લખનઉ અને મહેશ્વરમાં થવાનું છે. વિક્રમ સેઠની પ્રશંસા કરતાં ફિલ્મ મેકર મીરા નાયરે કહ્યું હતું કે ‘વિક્રમે આઝાદ ભારત અને આપણા લોકોની સ્ટોરી સમજશક્તિ, સ્પષ્ટીકરણ અને પ્રેમની સાથે કહી છે. હું ખૂબ સન્માનની લાગણી અનુભવું છું કે હું અતુલનીય ભારતની સ્ટોરી વિશ્વ સામે લઈને આવી રહી છું.’

tabu ishaan khattar web series mira nair bollywood news