નવાઝુદ્દીનની સિરિયસ મૅનમાં સાથે નૅશનલ અવૉર્ડ વિનર શ્વેતા બાસુ પ્રસાદ

22 January, 2020 06:34 PM IST  |  રાજકોટ

નવાઝુદ્દીનની સિરિયસ મૅનમાં સાથે નૅશનલ અવૉર્ડ વિનર શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદ

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સિરિયસ મૅન’ વેબ-સ‌િરીઝ જાણીતા લેખક મનુ જોસેફની આ જ નામની નૉવેલ પરથી બનાવવામાં આવી રહી છે. ‘સિરિયસ મૅન’ની વાર્તા પિતા અને તેના ૧૦ વર્ષના દીકરા પર છે. આ વાર્તામાં ફીમેલ કૅરૅક્ટરને ખાસ ડેવલપ કરવામાં નથી આવ્યું પણ ડિરેક્ટર સુધીર મિશ્રાએ એ કૅરૅક્ટર ડેવલપ કરવાની બાંયધરી આપી એટલે ૧૨ વર્ષની ઉંમરે ‘મકડી’ ફિલ્મમાં નૅશનલ અવૉર્ડ જીતનારી અને હમણાં ‘ધી તાશ્કંદ ફાઇલ્સ’માં જોવા મળેલી શ્વેતા બાસુ પ્રસાદે વેબ-સ‌િરીઝ સાઇન કરી છે.

આ પણ વાંચો : ધી ફૅમિલી મૅન : ઇન્ટેલિજન્સ ઑફિસર બનશે મનોજ બાજપાઈ

ક્રિસમસ વેકેશનમાં રિલીઝ થનારી આ વેબ-સ‌િરીઝમાં હજી પણ કાસ્ટિંગ ચાલુ છે અને બોર્ડ પર હજી મોટાં નામો જોડાય એવી શક્યતા છે. આ વેબ-સ‌િરીઝ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક પિતા-પુત્ર પર આધારિત છે. બાપ દીકરાને જિનીયસ-ચાઇલ્ડ ગણાવીને લોકોને ઠગે છે અને એક દિવસ દીકરા પર જોખમ આવે છે એટલે બાપ દીકરાને બચાવવા માટે ‌જીવનમાં પહેલી વાર સિરિયસ બને છે.

nawazuddin siddiqui web series shweta basu prasad