Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ધી ફૅમિલી મૅન : ઇન્ટેલિજન્સ ઑફિસર બનશે મનોજ બાજપાઈ

ધી ફૅમિલી મૅન : ઇન્ટેલિજન્સ ઑફિસર બનશે મનોજ બાજપાઈ

22 January, 2020 06:34 PM IST | રાજકોટ

ધી ફૅમિલી મૅન : ઇન્ટેલિજન્સ ઑફિસર બનશે મનોજ બાજપાઈ

‘ધી ફૅમિલી મૅન’

‘ધી ફૅમિલી મૅન’


ઍમેઝૉન પ્રાઇમ પર આજથી ઑનઍર થનારી ‘ધી ફૅમિલી મૅન’ મનોજ બાજપાઈની પહેલી વેબ-સિરીઝમાં મનોજ એક પણ ગાળ બોલ્યો નથી. મનોજ બાજપાઈ અગાઉ કહી ચૂક્યો હતો કે મને વેબ-સિરીઝમાં આવતી ગાળથી તકલીફ પડે છે. પોતાના આ શબ્દોને તેણે હજી સુધી પાળી રાખ્યા છે અને ગાળ બોલ્યા વિના પણ કઈ રીતે ઍન્ગ્રી યંગમૅનનું કૅરૅક્ટર અસરકારક રીતે દર્શાવી શકાય એ તેણે ‘ધી ફૅમિલી મૅન’માં દેખાડી દીધું છે.

‘ધી ફૅમિલી મૅન’ વેબ-સિરીઝમાં મનોજ બાજપાઈ શ્રીકાંત તિવારીનું કૅરૅક્ટર કરે છે, જે ભારતીય ગુપ્તચર એજન્સીમાં ઑફિસર છે. ઓછી સૅલેરી વચ્ચે પણ દેશ પ્રત્યેના પ્રેમને કારણે મનોજ હજી પણ આ જૉબ સાથે જોડાયેલો રહ્યો છે. મનોજની ફૅમિલી તેની જૉબ વિશે જાણતી નથી પણ તેમને મનોજની સૅલેરી ખૂંચે છે જે સ્વાભાવિક પણ છે. પરિવારપ્રેમ અને દેશપ્રેમને કેવી રીતે શ્રીકાંત જાળવે છે અને કેવી રીતે તે પોતાનાં ટીનેજર બાળકોની નજરમાં સુપરહીરો પુરવાર થાય છે એની વાત ‘ધી ફૅમિલી મૅન’માં કહેવામાં આવી છે.



આ પણ વાંચો : સ્ટાર્ટઅપ મેનિયાનાં અપ્સ ઍન્ડ ડાઉન દેખાડશે નેટફ્લિક્સની અપસ્ટાર્ટ્‌સ


‘ધી ફૅમિલી મૅન’ કૉમેડી-થ્રિલર જોનરની પહેલી વેબ-સિરીઝ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:34 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK