સૈફ અલી ખાનની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2 થઈ ઓનલાઈન લીક !

23 January, 2020 04:20 PM IST  | 

સૈફ અલી ખાનની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2 થઈ ઓનલાઈન લીક !

સૈફ અલી ખાનની પોપ્યુલક વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2 રિલીઝ થઈ ચૂકી છે અને લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. સેક્રેડ ગેમ્સની પહેલી સિઝન હિટ થયા બાદ લાંબા સમયથી સેક્રેડ ગેમ્સની બીજી સિઝનની રાહ જોવાઈ રહી હતી. સેક્રેડની સિઝન 2ને મિક્સ પ્રતિભાવ મળી રહ્યાં છે. બીજી સિઝનમાં ડાયલોગ્સને લઈને ઘણા મીમ્સ વાયરલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચર્ચિત વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝન ઓનલાઈન લીક થઈ ગઈ છે.

સેક્રેડ ગેમ્સ 2ના 8 એપિસોડ તમિલ રોકર્સે ગુરુવારે રિલીઝ થયાના કેટલીક વાર પછી લીક કરી હતી. તમિલ રોકર્સ આ પહેલા પણ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ લીક કરી ચૂક્યાં છે. આટલી સાઈબર સિક્યોરિટી હોવા છતા તામિલ રોકર્સે આરામથી આ વેબ સિરીઝ લીક કરી છે. શૉના લીક થવાના કારણે માનવામાં આવી રહ્યું છે કે વેબ સિરીઝની વ્યૂઅરશિપ પર અસર પડી શકે છે. હોલીવુડની ફેમસ વેબ સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ અને નાર્કોસ પણ તામિલ રોકર્સે ઓનલાઈન લીક કરી હતી. આ સિવાય પણ તામિલ રોકર્સે ઘણી હિન્દી અને સાઉથની ફિલ્મો વિબસિરીઝ પર લીક કરી છે.

સેક્રેડ ગેમ્સની પહેલી સિઝનની સફળતા પછી બીજી સિરીઝ રિલીઝ કરવામાં આવી છે. વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2માં અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને નીરજ ઘેવાણે મળીને બનાવી છે. વેબ સિરીઝમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, સુરવીન ચાવલા, લ્યૂક કેન્ની અને કલ્કિ કોચલિન જોવા મળશે. સીઝન 2ની સ્ટોરી મુંબઈના ડોન ગણેશ ગાયતોન્ડે એટલે કે નવાઝ અને ઈન્સ્પેક્ટર સરતાજ સિંહ એટલે કે સૈફ અલી ખાનની આસપાસ ફરતી રહે છે.

saif ali khan netflix gujarati mid-day web series