નેટફ્લિકસ માટે મીરા નાયર બનાવશે લેસ્બિયન રિલેશનશિપ પર સિરીઝ

23 January, 2020 04:04 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

નેટફ્લિકસ માટે મીરા નાયર બનાવશે લેસ્બિયન રિલેશનશિપ પર સિરીઝ

મીરા નાયર

ફિલ્મો બનાવવા માટે પોપ્યુલર એવી મીરા નાયર હવે નેટફ્લિક્સ માટે વેબ સિરીઝ બનાવશે. આ વેબ સિરીઝ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર એટલે કે ભારતસહિતના નેટફ્લિક્સના સર્વર પર પણ રહેશે.

વેબ સિરીઝની લૅન્ગવેજ હિન્દી હશે પણ એ ઉપરાંત એ ઇન્ડિયાની સાત અને ઇન્ટરનેશનલ સ્તરની પાંચ લૅન્ગવેજમાં ડબ થશે. લેસ્બિયન રિલેશનશિપ પર આધારિત આ વેબ સિરીઝ ઇન્ડિયાના બૅકડ્રોપ પર છે. આ અગાઉ મીરા નાયરે ‘ફાયર’ નામની લેસ્બિયન રિલેશનશિપ પર ફિલ્મ બનાવી હતી, જેને રીલિઝ કરવામાં મીરા નાયરને સેન્સર બોર્ડ સાથે ખાસ્સી લાંબી લડાઈ લડવી પડી હતી.

આ પણ વાંચો : શાહરુખનું નેટફ્લિક્સ સાથે ત્રીજું ટાઇઅપ : બનાવશે હૉરર શો બેતાલ

આ જ કારણે આ વખતે મીરા નાયરે ડિજિટલ પ્લેટફોર્મ પસંદ કર્યુ છે, જેને લીધે એણે સેન્સર બોર્ડની કડાકૂટમાં ન પડવું પડે. ‘ફાયર’માં દેરાણી-જેઠાણી વચ્ચેના લેસ્બિયન સંબંધોને દેખાડવામાં આવ્યા હતાં.

mira nair netflix shabana azmi web series Rashmin Shah