રામુ ફરી અન્ડરવર્લ્ડના શરણે

23 January, 2020 04:23 PM IST  |  રાજકોટ

રામુ ફરી અન્ડરવર્લ્ડના શરણે

રામગોપાલ વર્મા

‘કંપની’, ‘સત્યા’, ‘ડી’ જેવી અન્ડરવર્લ્ડની અનેક સક્સેસફુલ ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર રામગોપાલ વર્મા હવે વેબ-સિરીઝ તરફ વળ્યા છે. રામગોપાલ વર્મા યુટ્યુબ પ્રીમિયમ માટે મુંબઈના અન્ડરવર્લ્ડ માટે વેબ-સિરીઝ બનાવશે જે ચાર સીઝનમાં હશે, દરેક સીઝનમાં દસ-દસ એપિસોડ હશે. આ વેબ-સિરીઝનું અત્યારે કામચલાઉ ટાઇટલ ‘બૉમ્બે સાગા’ નામ આપવામાં આવ્યું છે. કરીમલાલાથી શરૂ થયેલા આ અન્ડરવર્લ્ડમાં છેક છોટા રાજન, છોટા શકીલ અને અત્યારે જેલમાં રહેલા અબુ સાલેમ સુધીનો ઇતિહાસ લઈ લેવામાં આવશે.

આ પણ વાંચો : બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલરે કરી સગાઈ

અન્ડવર્લ્ડ શરૂ કેવી રીતે થયું, એને કોણે પ્રોત્સાહન આપ્યું, કેવા સંજોગોમાં અન્ડરવર્લ્ડ કાબૂ બહાર નીકળી ગયું અને કેવી રીતે એને નાથવામાં આવ્યું એ આખો ચિતાર રામુની સિરીઝમાંથી મળશે. અત્યારે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, જે પૂરું થયા પછી તરત જ કાસ્ટિંગ શરૂ થશે. રામુની ઇચ્છા એવી છે કે અન્ડરવર્લ્ડનાં જેકોઈ જાણીતાં નામ છે એ બધા માટે નવા ઍક્ટર લેવામાં આવે.

ram gopal varma television news