Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલરે કરી સગાઈ

બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલરે કરી સગાઈ

14 August, 2019 12:50 PM IST | મુંબઈ

બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલરે કરી સગાઈ

પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલર

પરીક્ષિત બાવા સાથે નીતિ ટેલર


‘ઇશકબાઝ’ની ઍક્ટ્રેસ નીતિ ટેલરે તેના બૉયફ્રેન્ડ પરીક્ષિત બાવા સાથે સગાઈ કરી લીધી છે. નીતિએ પોતે જ એની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. આ એન્ગેજમેન્ટ સેરેમનીમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. સગાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતિ ટેલરે કૅપ્શન આપી હતી કે ‘મારી લાઇફની એક સુંદર સાંજે અમે બન્નેએ હંમેશાં સાથે રહેવાનું નક્કી કર્યું છે. તમને એ જણાવીને કમ્પ્લીટ ફીલ થઈ રહ્યું છે. છેલ્લા એક દાયકાથી મને તમારો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે અને તમને બધાને જણાવીને મને ખુશી થાય છે કે મારી સગાઈ થઈ ગઈ છે. અમે આ ક્ષણને તમારી સાથે શૅર કરીને અમારી નવી શરૂઆત માટે તમારા આશીર્વાદ અને શુભેચ્છાની આશા રાખીએ છીએ.’

આ પણ વાંચો : ઉર્વશી ધોળકિયાનાં બાળકો ઇચ્છે છે કે તે અનુજ સચદેવ સાથે લગ્ન કરે



આ સગાઈનો વિડિયો નીતિએ શૅર કર્યો છે. નીતિ અને પરીક્ષિતે ગ્રીન કપડાં પહેર્યાં છે. સૌકોઈ નાચી રહ્યા છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતિ ટેલરે કૅપ્શન આપી હતી કે ‘આપણે બધા થોડાઘણા અજીબ છીએ. લાઇફ પણ થોડી વિચિત્ર છે. એમાં પણ જો આપણને કોઈ એવું મળી જાય કે જેની વિચિત્રતા આપણી સાથે યોગ્ય હોય. આપણે તેમની સાથે ભળી જઈએ છીએ. બાદમાં એકબીજાની વિચ‌િત્રતામાં ગુમ થઈ જઈએ છીએ. એને જ પ્રેમ કહેવાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 12:50 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK