નેટફ્લિક્સ કિશોરકુમાર પર બનાવશે વેબ-સિરીઝ

22 January, 2020 01:46 PM IST  |  Ahmedabad | Rashmin Shah

નેટફ્લિક્સ કિશોરકુમાર પર બનાવશે વેબ-સિરીઝ

કિશોરકુમાર

કિશોરકુમારને ઓળખાણની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકને એક નવી જ દુનિયા દેખાડનાર આ લેજન્ડ પર અગાઉ ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો હતો, પણ એ પ્રોજેક્ટ કાયમ પેપર જ રહ્યો. જોકે હવે એવું થાય એમ લાગતું નથી. આ વખતે કિશોરકુમાર પર વેબ-સિરીઝ બનાવવાનું નેટફ્લિક્સે નક્કી કર્યું છે જેને માટે ઑલરેડી કામ શરૂ થઈ ગયું છે. રિસર્ચ પર આધારિત આ વેબ-સિરીઝમાં ઓરિજિનલ ફુટેજ પણ વાપરવામાં આવશે જેને માટે ઑલરેડી પ્લૅટફૉર્મ અત્યારે રાઇટ્સ પણ ખરીદી રહ્યા છે. કિશોરકુમારના કૅરૅક્ટર માટે ત્રણ કલાકારો પર ફોકસ કરવામાં આવ્યું છે તો કિશોરકુમારની લાઇફમાં આવેલાં તમામ ફીમેલ કૅરૅક્ટરને પણ એમાં સમાવવાનું નક્કી થયું છે.

આ પણ વાંચો : અ વેનસડેના ડિરેક્ટર નીરજ પાંડેની સિરીઝમાં દિવ્યા દત્તાની એન્ટ્રી

અગાઉ કિશોરકુમાર પર ફિલ્મનો પ્રોજેક્ટ અનુરાગ બાસુએ બનાવ્યો હતો. અનુરાગ બાસુના પ્રોજેક્ટમાં રણબીર કપૂરને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. નેટફ્લિક્સે અનુરાગ બાસુ સાથે પણ મીટિંગ કરી છે અને આ પ્રોજેક્ટ પર ચર્ચા કરી છે.

kishore kumar netflix web series